Back

ખંભાળીયા આહિર સમાજ દ્વારા મુશ્કેલીના સમયમાં ઉત્તમ સેવાકીય કાર્યો.


ખંભાળીયા આહિર સમાજ દ્વારા અનાજની ૧૦૦૦ કિટ તૈયાર કરી જિલ્લા વહિવટી તંત્રને અર્પણ કરી.

કોરોના વાયરસથી ચેપ ફેલાવવાના કારણે આજે વિશ્વ સામે આ વિપરીત પરિસ્થિતિ સામે લડવા માટે એક પડકાર ઉભો થયો છે. રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમાજનો દરેક નાગરીક અન્યને મદદરૂપ થવા માટે તૈયાર છે. કોરોના વાઇરસના સંક્રમણથી ઊભી થયેલી વિકટ પરિસ્થિતિના પગલે લોકડાઉન અમલી છે, ત્યારે આર્થિક રીતે નબળા વર્ગના ગરીબ લોકોની વ્હારે જામ ખંભાળીયા આહિર સમાજ આવ્યો છે. 

ખંભાળીયા આહિર સમાજ દ્વારા આશરે ૧૦૦૦(એક હજાર) અનાજની કિટ ગરીબ લોકો માટે તૈયાર કરવામાં આવી છે તેમાં ૩ કિ.ગ્રા. બટેકા, ૩ કિ.ગ્રા.ડુંગળી, ૫ કિ.ગ્રા. ઘઉંનો લોટ, ૧૦૦ ગ્રામ હરદળ, ૨૦૦ ગ્રામ મરચાની ભૂકી, ૧ કિ.ગ્રા.ની નમકની ઠેલી, ૧ કિ.ગ્રા.ખાંડ, ૨૫૦ ગ્રામ ચાની ભૂકી, ૨ નાવાના સાબુ, ૨ કપડા ધોવાના સાબુ, ૧ કિ.ગ્રા. કપડા ધોવાનો પાવડર નિરમા. આટલી વસ્તુઓ એક બેગમાં વ્યવસ્થિત રીતે કિટ સ્વરૂપે તૈયાર કરવામાં આવી રહી છે. આવી ૧૦૦૦(એક હજાર કિટ) જામ ખંભાળીયા આહિર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અને આહિર સમાજના અગ્રણીઓ દ્વારા કિટ તૈયાર કરવામાં તમામ નાના મોટા આહિર સમાજના લોકો દ્વારા કીટ બનાવામાં આવી છે. અને આ કિટ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરવામાં આવશે તેમજ વહિવટી તંત્ર દ્વારા આ કિટ જરૂરીયાતમંદ ગરીબ લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવશે. તેમજ વધુમાં આહિર સમાજ જામ ખંભાળીયાના પ્રમુખશ્રી મશરીભાઇ નંદાણીયાએ જણાવ્યું કે ભવિષ્યમાં કોઇ પણ પરિસ્થિતિમાં અનાજની કિટની વધુ જરૂરિયાત ઉભી થાય તો જિલ્લા વહિવટી તંત્ર સાથે સંપર્કમાં રહીને બનાવી આપવાની ખાત્રરી આપી હતી.

                         

રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા