Back

આહવા ખાતે યોજાયો "વર્લ્ડ બર્થ ડીફેકટ ડે" શ્રેષ્ઠ કામગીરી કરનાર ટીમને કરાયા સન્માનિત

ડાંગ:-મદન વૈષ્ણવ

વઘઇ તા; ૪; શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમા નવજાત શિશુથી લઈને ૬ વર્ષની વયજૂથ સુધીના આંગણવાડીઓના બાળકો, ધોરણ-૧ થી ૧૨ મા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો, આશ્રમ શાળાઓ, ચિલ્ડ્રન હોમ્સ વિગેરેના બાળકોની 4D પ્રમાણે આરોગ્ય તપાસ અને મફત સારવાર હાથ ધરવામા આવે છે.

WHO એ ૩ માર્ચને "વર્લ્ડ બર્થ ડીફેક્ટ ડે" તરીકે ઉજવવાનુ નક્કી કરાયુ છે. RBSKના પ્રોગ્રામ હેઠળ 4D પૈકીનુ એક ઇન્ડીકેટર એટલે બર્થ ડીફેક્ટ. આ ક્ષેત્રે સતત શ્રેષ્ઠ કામગીરી થતી રહે તે માટે આ કામગીરી સાથે સંકળાયેલા કર્મયોગીઓને પ્રોત્સાહિત કરવા સાથે જન્મજાત ખોડખાપણ સાથે જન્મતા બાળકોને મળેલી સારવાર બાદ તેમના માતાપિતાનો પણ અભિપ્રાય લેવામા આવતો હોય છે.

પ્રવર્તમાન કોવિદ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈને કોઈ માર્ગદર્શિકાનુ ઉલ્લંઘન ન થાય તે ધ્યાને રાખીને ડાંગ જિલ્લામા કલેકટર શ્રી એન.કે.ડામોરના હસ્તે ડાંગ જિલ્લામા શ્રેષ્ઠ કામગીરી કરનારી આહવા અને વઘઈ તાલુકાની RBSK ની એક એક ટીમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવી હતી. આ વેળા કલેકટર શ્રી ડામોરે ગ્રામીણ કક્ષાએ સગર્ભા માતાઓના ચેકઅપ સહીત પુરક પોષણ, અને સ્વચ્છતા સંબંધિત સેવાઓને અસરકારક બનાવવાની અપીલ કરી હતી. કલેક્ટરશ્રીએ નવજાત શિશુઓ અને સગર્ભા તથા ધાત્રી માતાઓના કાર્યક્રમોમા આઈ.સી.ડી.એસ. અને શિક્ષણ વિભાગના સહયોગ માટે પણ અનુરોધ કર્યો હતો.
-

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..