Back

દેવગઢ બારીઆ તાલુકા ના ભથવાડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

  દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે પાંચમા તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ રાજ્યકક્ષા નાં મંત્રી શ્રી બચુભાઈ એમ ખાબડ સાહેબની ઉપસ્થિતિમાં યોજાયો હતો. 

 રાજય સરકાર દ્વારા નાગરિકોને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે "સેવાસેતુ "ના પાંચમા તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે દેવગઢ બારીઆ તાલુકા ના ભથવાડા ગામે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો હતો. દેવગઢ બારીઆ તાલુકા ના ભથવાડા ગામે ૬ ડિસેમ્બરના રોજ પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ યોજાયો હતો. 

  રાજય સરકાર ની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ સરળતાએ પ્રજાજનોને મળતો રહે તેમજ વહીવટમાં કાર્યક્ષમતા, પારદરશીતા ,સંવેદનશીલતા અને જવાબદારી પણું ને અગ્રતા આપતાં નવેમ્બર ૨૦૧૬ થી આવાં સેવાસેતુ નો રાજ્યમાં આરંભ થયેલો છે. સેવાસેતુ હેઠળ કલસટર બનાવી અધિકારીઓનીટીમ હાજર રહેશે. 

  આ સેવાસેતુ કાર્યક્રમમાં કોઈ પણ જાતની અરજી ફી લીધાં સિવાય સવારથી સાંજ સુધી સ્થળ ઉપર જ ૧૮૨૦ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. સેવાસેતુના આ કાર્યક્રમમાં આવકનાં દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ ,વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, દિવયાગ પ્રમાણપત્ર અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના, આયુષ્યમાન યોજના અને એમજીવીસી એલ ને લગતી અરજીઓ કાર્યક્રમ સ્થળે સ્વીકારવામાં આવી હતી.આ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૧ જેટલા ગામોનાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો. 

  આ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રાનત અધિકારી સાહેબ તેમજ તેમનો સ્ટાફ ગણ,મામલતદાર સાહેબ તેમજ સ્ટાફગણ, આરોગ્ય કેન્દ્ર નાં અધિકારીઓ ,તલાટીશ્રીઓ ,જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત નાં સભ્યો, સરપંચો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર 

 દેવગઢ બારીઆ