Back

કવાંટ પોલીસે કિ.રૂ.૬૨.૯૬૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો.

રિપોટર.જાવેદ પઠાણ નસવાડી

કવાંટ પોલીસે  કિ.રૂ.૬૨.૯૬૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો....

પ્રાપ્ત વિગતો અનુસાર  કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કવાંટ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર. સી.કે. નીનામા નાઓને બાતમી મળેલ કે એમ.પી. તરફથી કાળા કલર ની નંબર વગરની એફ.ઝેડ. મોટરસાયકલ ઉપર બે ઈસમો ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરી પીપલદા ગામ તરફથી   કવાંટ તરફ આવી રહેલ છે. તેવી બાતમી મળતા  કવાંટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર.સી.કે. નીનામા તેમજ પોલીસ સ્ટાફના પોલીસ માણસો સાથે પીપલદા ગામે રોડ ઉપર નાકાબંધી હતા તે દરમિયાન એક કાળા કલરની નંબર વગરની મોટરસાયકલ મોટરસાયકલ નો ચાલક તથા પાછળ બેસેલ ઈસમ મીનીયાના કોથળામાં ગેર કાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની જુદી જુદી બ્રાંડની બોટલો નંગ -૮૪ કિ.રૂ.૨૭૯૬૦/- તથા વિદેશી દારૂની હેરાફેરી માં વપરાયેલ મોટરસાયકલ ની કિ.રૂ.૩૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬૨.૯૬૦/- નો વિદેશી દારૂની હેરાફેરી કરી પોલીસને જોઈ પોતાની મોટરસાયકલ રોડ ઉપર નાખી અંધારાનો લાભ લઇ મકાઈના ખેતરોમાં થઈને ભાગી ગયેલ.ભાગી જનાર મોટરસાયકલ ચાલક તથા પાછળ બેસેલ ઈસમ ઇસમ જેમના નામ સરનામાની ખબર નથી.તેઓના વિરુદ્ધ કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તેઓને પકડી પાડવા કવાંટ પોલીસે ચક્રોગતિમાન કર્યા છે....