Back

છોટાઉદેપુર ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી થઇ

જી.એસ.ડી.એમ.એ. દ્વારા નકકી કરવામાં આવેલ શાળા સલામતી સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે છોટાઉદેપુર ખાતેની સરકારી પ્રાથમિક શાળા ક્રમાંક.૧માં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે છોટાઉદેપુર આપત્તિ વ્યવસ્થાપનનાં ડિસ્ટ્રીકટ ઓફીસર કીંજલ પંડયાએ જણાવ્યુ હતું કે, પ્રાથમિક શાળાઓમાં આવી  તાલીમનાં કેમ્પો યોજીને બાળકોને કુદરતી આપત્તિ વેળાએ બચાવ માટે શું કરવું જોઇએ તેની માસ્ટર ટ્રેનર દ્વારા સમજ આપવામાં આવે છે અને આપદા મિત્ર, ૧૦૮ તથા ફાયરબ્રિગેડ દ્વારા ડેમોસ્ટ્રેશન યોજવામાં આવે છે, જેથી ભવિષ્યમાં આવનારી કુદરતી આપત્તિ વેળાએ બાળક ગભરાય ન જાય અને આપત્તિનો સામનો કરી શકે.

છોટાઉદેપુર ખાતેની શાળા સલામતી સપ્તાહની ઉજવણી વેળાએ વિવિધ ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યા હતા અને  શોધ-બચાવની તથા પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી હતી.

આ શાળા સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન શાળાના શિક્ષકો તથા બાળકો હાજર રહયા હતા.