Back

ખેલ મહાકુંભમાં સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૧૯નું રજિસ્ટ્રેશન તા.૧૫મી જુલાઇનાં રોજથી શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ૩૫ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં શાળાકક્ષાએથી તાલુકાકક્ષા ત્યારબાદ જિલ્લાકક્ષા અને ત્યારબાદ રાજયકક્ષા એમ ૩૫ સ્પર્ધાઓ યોજાશે. આ વર્ષે પણ અંડર-૯, ૧૧, ૧૪, ૧૭, ઓપન એજ, ૪૦ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરની સ્પર્ધાઓ યોજાશે.

ખેલ મહાકુંભની સ્પર્ધામાં અભ્યાસ કરતા કે અભ્યાસ ન કરતા કોઇપણ ખેલાડીઓ ભાગ લેવા ઇચ્છે તો તેમણે ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે www.khelmahakumbh.org ની વેબસાઇટ પર કરી શકે અથવા મોબાઇલ એપથી khel Mahakumbh ની એપ ડાઉનલોડ કરીને પણ રજિસ્ટ્રેશન કરી શકે છે. રજિસ્ટ્રેશનમાં કોઇપણ મુશ્કેલી જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૭૪૪૧૫૧ પર વાત કરી શકે છે એમ જિલ્લા રમતગમત અધિકારી, છોટાઉદેપુરની યાદી જણાવે છે.