Back

છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે જાણવા જોગ

છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે અરજીઓ મોકલી આપે

છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાં વ્યકિતઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૧૯ માટે રાષ્ટ્રીય કક્ષા અને રાજય કક્ષાની શારીરિક ક્ષતિ ધરાવતા શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યકિતઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતપઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઓફીસર્સ માટે ઉમેદવારી નોંધાવવા માંગતા વ્યકિતઓને જિલ્લા રોજગાર કચેરી ખાતે તા.૭-૮-૧૯ સુધી વિનામૂલ્યે અરજીફોર્મ મળશે તેમજ વેબસાઇટ www.empolyment.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. ૪૦ટકા કે તેથી વધુ ક્ષતિ ધરાવતા અંધ, બહેરા, મૂંગા, અપંગ, રકતપિત્ત તથા મંદબુદ્ધિવાળા કર્મચારી/સ્વરોજગાર કરતી વ્યકિત તથા તેમને કામે રાખનાર નોકરીદાતા તથા તેમને જાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરનાર પ્લેસમેન્ટ ઓફિસરોના અરજીફોર્મ તા.૭-૮-૧૯ સુધીમાં સાધનિક કાગળો સાથે સંપૂર્ણ વિગતો ભરેલા બે નકલમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુર, જિલ્લા ન્યાયાલયની સામે, છોટાઉદેપુર ખાતે રૂબરૂ ચેકલીસ્ટ મુજબ ચકાસણી કરી સ્વીકારવામાં આવશે. દિવ્યાંગ કર્મચારી/સ્વરોજગાર કરનારએ તેમના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો ત્રણ માસની અંદર મેળવેલ દિવ્યાંગતાનું દાકતરી પ્રમાણપત્ર અને પોસ્ટ કાર્ડ સાઇઝનો ફોટો રજૂ કરવા તેમજ દિવ્યાંગ કર્મચારીની વિગતો રજૂ કરવાની રહેશે. પારિતોષિક સ્પર્ધામાં ભાગ લેવા માટે પોલીસ વેરીફિકેશન પ્રમાણપત્ર પણ અરજી ફોર્મ સાથે રજૂ કરવાનું રહેશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા રોજગાર અધિકારી, જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુરે જણાવ્યું છે.