Back

છોટા ઉદેપુરની બેઠક ઉપર ભગવો લહેરાયો.

જ્યારે ૨૦૧૯ લોકસભાની ૫૪૨ સીટોનું પરિણામ જાહેર થઈ ગયું  છે. જેમા સમગ્ર ભારતમા મોદી લહેર તેમજ ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. અને મોદીની જન્મભુમી અને ભાજપનો ગઢ ગણાતું એટલે ગુજરાત જેમાં કુલ ૨૬ સીટો ઉપર લોકસભાની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ખાતામાં ૨૬ માથી ૨૬ સીટો પ્રાપ્ત થઈ છે. જેના કારણે સમગ્ર ગુજરાતમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ઠેર-ઠેર ફટાકડા ફોડી, મીઠાઇ ખવારવી, અને ઢોલ-નગારા સાથે વીજેતા ઉમેદવારોનું હાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

છોટા ઉદેપુર લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાઠવા ગીતાબેન ને ૭,૬૪,૪૪૫ મતો પ્રાપ્ત થયા છે. અને કોંગ્રેસના ઉમેદવાર રાઠવા રણજીતસિંહને ૩,૮૬,૫૦૨ વોટ મળ્યા છે.