Back

બોડેલી ખાતે મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું

સમાચાર 

મુહમ્મદ અનવર ખાન દ્વારા 

તા ૨/૫/૨૦૧૯ બોડેલી 

બોડેલી ખાતે મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રમઝાન માસ પહેલા જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું

બોડેલી સફાયર પબ્લિક સ્કૂલ  ખાતે મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટ (તાદંજા વડોદરા ) દ્વારા આગામી રમજાન માસ નિમિત્તે અસંખ્ય જરૂરીયાત મંદ લોકો ને અનાજ સહીત ની સાધન સામગ્રીની ૭૦ જેટલી કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.. અગામી દિવસોમાં પવિત્ર રમજાન માસની શરૂઆત થવા જઇ રહી છે. જેને ધ્યાનમાં રાખી વડોદરા ની મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  બોડેલી ખાતે જરૂરીયાતમંદ અને ગરીબ લોકો ને અનાજ.તેલ.સહીત રમજાન માસ ને લગતી સામગ્રીની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સાદીક ભાઇ પટેલ તથા મકસુદ પટેલ ,મોહસીન પઠાણ  અને વાહીદ ખાન પઠાણ ,શરીફ સોની ,અનવત ભાઇ મંસુરી , મુહમ્મદ અનવર ખાન જેવા સ્થાનિક આગેવાનો હાજર રહયાં હતાં. ઉલ્લેખનીય છે કે રમજાન માસ નિમિત્તે દર વર્ષે સમાજના અસંખ્ય લોકોને અનાજ, તેલ સહીતની સામગ્રીની કીટ આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.તેઓના પ્રયાસોથી ગરીબ મુસ્લિમ પરિવારો પણ રમઝાન માસમાં રોઝા રાખી શકે છે તથા પરિવારની જરૂરિયાતોને પહોંચી વળતા હોય છે. દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને કરવામાં આવતી મદદની લોકો પ્રસંશા કરી રહયાં છે.