Back

હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ મિશન દ્વારા જસ્ટિસ ફોર તબરેજ અંસારી માટે ચાલુ વરસાદમાં મૌન રેલી

*હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ મિશન દ્વારા જસ્ટિસ ફોર તબરેજ અંસારી માટે ચાલુ વરસાદમાં મૌન રેલી*

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી ગામે હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ મિશન દ્વારા તબરેજ અંસારીને સરકારી ન્યાય મળે તથા તેના ફેમિલીનાં વ્યક્તિને આગળની જીંદગી જીવવા માટે કોઈ સરકારી રાહત મળે તથા આ ઘટનામાં જેટલા ગુનેગારો છે તે બધાને સજા મળે તે હેતુથી શાંતિમય મૌન રેલી ચાલુ વરસાદમાં કાઢવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પાછલાં ઘણા સમયથી ભારત દેશમાં ઘણી દુઃખત ઘટનાઓ બની છે, જેમાં બળાત્કાર, મોબ-લિંચીંગ જેવી ઘટનાઓમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. થોડા સમય પહેલા પણ થયેલાં આ મોબ-લિંચીંગની ઘટના તો દેશની બહાર સુધી બીજા દેશોમાં પણ આ ઘટનાનો પડઘો પડ્યો છે. ઝારખંડમાં રહેતાં તબરેજ અંસારી જેની 2 મહિનાં પહેલા જ લગ્ન થયાં હતાં તે વ્યક્તિને મોબ-લિંચીંગ મતલબ કે ટોળાંમાં એકઠાં રહેલાં તત્વો દ્વારા ધર્મ વિરોધી નારા લગાવીને મારી નાંખવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં તેના ઘણાં વિડીયો તથા ફોટો વાયરલ થતાં ઘણા રાજ્યોમાં તથા બીજા દેશોમાં પણ આ ઘટનાની ચર્ચા ચાલુ થઈ છે. ભારત દેશ એક લોકતંત્ર દેશ છે જેમાં બધા ધર્મોનો આદર તથા દરેક ધર્મનાં લોકોને રહેવાનો પુરે-પુરો અધિકાર છે. તેમ છતાં અમુક ગેરસમજનાં લોકો દેશની હાલત મજબુત કરવા તથા દેશના અર્થતંત્રને મજબુત કરવાને બદલે આવી ઘટનાં  કરીને દેશનું અપમાન કરે છે. *"અનેક-તાં-મા-એકતા"* તો આ કહેવતને સાબિત કરવી પણ ભારત દેશનાં દરેક નાગરિકની ફરજ છે. 


રિપોર્ટ: આરીફ ખત્રી