Back

બોડેલી મા બેફામ સ્કોર્પીયો ગાડી હાકતા પોલીસ ના હાથે ઝડપાયા

બોડેલી મા બેફામ સ્કોર્પીયો ગાડી હાકતા પોલીસ ના હાથે  ઝડપાયા . CCTV મા ફુટેજ કેદ ..

ગઇ કાલે સાંજે બોડેલી ના રાજમાર્ગ પર અચાનક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પૂર ઝડપે કંટ્રોલ વગર  દોડી રહી હતી જેથી ઘણાં લોકો ઇજાગ્રસ્ત થતા રહી ગયા હતા .પ્રાપ્ત જાણકારી અનુસાર નશાની હાલતમાં પાંચ યુવાનો ગાડીમાં સવાર હતા જેમાં ડ્રાઈવર પણ નશા મા ચુર હોઇ બેફામ રીતે ગાડી ચલાવી રહયો હતો .જેની પોલીસને જાણ થતાં પોલીસે એમનો પીછો કર્યો હતો અને ગાડીને ઝડપી પાડી હતી .બીજા યુવાનો ફરાર થઇ ગયા હતા તથા એકની ધરપકડ થઈ હતી આ દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા .બોડેલી ના રાજમાર્ગ પર આ દૃશ્ય જોતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા..ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવ્યા હતા