Back

બોડેલી એ કાળો દિવસ કદી નહીં ભૂલે.. બોડેલી બસ દુર્ઘટનાને ‌૧૧ વર્ષ થયા

 તારીખ હતી ૧૬ અેપ્રિલ ૨૦૦૮.ઉનાળાના દિવસ હતા છતાં સવારમાં ફૂલ ગુલાબી ઠંડી અહેસાસ હતો અજુ બોડેલી પંથકના ૫૦% ટાકા લોકો ઉંઘમાંથી ઉઠી દિવસની શરૂઆત પણ ના કરી હતી કે બોડેલી  ના રાજમાર્ગો પર ચારો તરફથી એમ્બ્યુલન્સના સાયરનોની અવાજ ગુંજવા માંડી લોકો ચોંકી ઉઠ્યા કે આખરે સવાર સવાર મા  શુ થયુ હશે ..અસંખ્ય એમ્બુલન્સ અને એમના સાયરનોની બોડેલીના લોકો સમજી ના શક્યા હતા કે આખેરે શુ થયુ હશે .પણ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આવી દુખદ ઘટના બોડેલીના નસીબમાં લખાશે ..

 બોડેલી બસ દુર્ઘટનાને ‌૧૧ વર્ષ થયા તારીખ હતી ૧૬ અેપ્રિલ ૨૦૦૮ વાઘપુરાથી બોડેલી તરફ જતી મુસાફરો ભરેલી એસ.ટી બસ નર્મદાની મુખ્ય કેનાલમાં ખાબકતા 46 જેટલા મુસાફરોનાં મૃત્યુ થયા હતાં. મૃતકોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા .

આ દૃશ્ય પોતાની આંખોથી જોવા વાળા લોકો આજે પણ આ દ્રશ્ય યાદ કરી બતાવે છે કે -

બંને સપાટીએ વહી રહેલી કેનાલમાંથી મૃતદેહોને બહાર કાઢવાની મુશ્કેલી આવી રહી છે તથા રબર બોટનો ઉપયોગ કરવામાં આવી હતી  એક પછી એક લાશ બહાર કાઢવામાં આવતા લાશોનો ઢગલો ખડકાઈ ગયો હતા આ દ્રશ્ય ખૂબ હ્રદય કંપાવનારું હોવાથી લોકોની આંખોમાંથી ચોધાર આસું વહેવા લાગ્યા હતાં.

બોડેલી,પાવી જેતપુર અને શંખેડા સુધીનાં હજારો લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જયારે દુર્ઘટનાગ્રસ્ત બસને કેનેલામાંથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. બસને બહાર કાઢતાની સાથે જ તેમાં રહેલા વિદ્યાર્થીઓનાં મૃતદેહ જોઈને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોતાની નજરથી જોનારા આ દ્રશ્ય લોકો કદી પણ ભૂલી શકશે નહીં

૧૧ વર્ષ વીતી ગયા છતા પણ આ ગમખવાર બનાવ લોકો ભૂલ્યા નથી .આજે પણ આ બનાવના દૃશ્યો યાદ કરતાં લોકોની આંખોમાંથી આંસુ વહી નીકળે છે.