Back

બોડેલીમા અજાણ્યા અસામાજિક યુવાનો દ્વારા રાહદારી પર હુમલો કરી પૈસા મોબાઇલ લૂંટી લેવામાં આવ્યા

બોડેલી મા અજાણ્યા અસામાજિક યુવાનો દ્વારા રાત્રે  ગરીબ  રાહદારી પર હુમલો કરી પેસા મોબાઇલ લૂંટી લેવામાં આવ્યા 

બોડેલી ના ગરનાળા વિસ્તારમાં ગઇ રાત્રે એક રસ્તે ચાલતા રાહદારી ને અંજાણ અસામાજિક યુવાનોએ ઢોર માર માર્યો હતો અને મોબાઇલ અને રોકડ રકમ લુટી લીધી હતી .

આ વ્યક્તિને માર મારવાના કારણે મોઢા ના ભાગે ઇજા પણ થઈ હતી અને લોહી પણ નીકળીયુ હતુ ઇજાગ્રસ્ત હાલત મા ચાલતા ચાલતા આ વ્યક્તિ લક્ષ્મી કોટન રોડ પર થી જતો હતો જેથી આની હાલત ખરાબ દેખાતા તયા બેસેલા યુવાનો એ એને બોલાવ્યો હતો .

ત્યારબાદ બેસાડીને પાણી પીવડાવ્યા પછી બધી વિગત પૂછી હતી જેથી એ વ્યક્તિએ પોતાનુ  નામ શૈલેષ બતાવ્યું હતું અને બોડેલી સ્થિત રાજ માર્બલ માં કામ કરતો હોવાનું જણાવ્યું હતું રડતા રડતા યુવાને બધી વાત કીધી હતી યુવાને બનાવની વિગત જણાવતા કીધુ હતુ કે હુ

ઢોકલીયા થી બોડેલી તરફ આવી રહ્યો હતો ત્યારે ગરનાળામાં ત્રણ અજાણ્યા યુવાનોએ મને ઘેરીને હમ યાહા કે ભાઇ લોગ હે આવુ બોલી વગર કામનું ઢોર માર માર્યો હતો અને મારો મોબાઇલ અને રકમ લઇ લીધી હતી અને એ યુવાનો પાસે બાઇક હતી તે તયા થી ફરાર થઇ ગયા હતા .હું જમીન પર ઢળી પડ્યો હતો ત્યાર બાદ મુશ્કેલીથી હું ઊભો થઈને ચાલવા લાગયો .પોલીસ કેસ કરવાની મારી પરિસ્થિતિ નથી હું ઘણો ગરીબ છું મારબલની ફેક્ટરીમાં મજૂરી કરુ છુ અને એ યુવાનો ને ઉરખો તો પણ નહી મારે કસુ નહી કરવુ પણ મારી જોડે જે થયુ તે મે તમણે કીધુ આવુ કહી ને શૈલેશ નામના યુવાન જતો રહ્યો હતો ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી રાત્રે અજાણ્યા યુવાનો દ્વારા ગરીબ કમજોર મજૂરોને મારીને લૂંટી લેવાના બનાવો બન્યા છે .