Back

જામનગર ખાતે યોજાનાર થલસેના ભરતી મેળામાં બોટાદ જિલ્લાના યુવાનોને ભાગ લેવા અનુરોધ

બોટાદ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યનાં ખમીરવંતા યુવાનો સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર આગામી તા.૦૩/૧૧/૨૦૧૯ થી તા.૧૩/૧૧/૨૦૧૯ દરમિયાન પોલીસ ગ્રાઉન્ડ, જામનગર ખાતે શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતા યુવાનો માટે સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર નર્સીગ આસીસ્ટન્ટ, સોલ્જર કલાર્ક, સોલ્જર સ્ટોર કિપર, સોલ્જર ટ્રેડસમેન, સોલ્જર ફાર્મા વિગેરે કેટેગરી માટે થલસેના ભરતી કાર્યાલય, જામનગર દ્વારા લશ્કરી ભરતીમેળો યોજાનાર છે.

આ ભરતીમેળામાં તા.૦૧/૧૦/૨૦૧૯ ના રોજ ઉંમર ૧૭૧/૨ વર્ષથી ઓછી ન હોય અને ૨૫ વર્ષથી વધુ ન હોય તેવા તેમજ ભરતીની કેટેગરી વાઈઝ નક્કી કરવામાં આવેલ શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતા ફક્ત પુરૂષ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઈ શકશે.

આ લશ્કરી ભરતીમેળામાં ઉમેદવારી નોંધાવવા ઓનલાઇન માધ્યમથી નિયત વેબસાઈટ : www.joinindianarmy.nic.in પર રજિસ્ટ્રેશન કરેલ હોવુ ફરજીયાત છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૪/૦૯/૨૦૧૯ થી તા.૧૮/૧૦/૨૦૧૯ સુધી થઈ શકશે. થલસેનામાં જોડાવા ઇચ્છુક યુવાનોને સત્વરે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવા તેમજ થલસેના ભરતીમેળાની માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો તેમજ થલસેના ભરતી કાર્યાલય હેલ્પલાઈન ટે.નં. ૦૨૮૮-૨૫૫૦૩૪૬ તથા મો.નં. ૯૪૨૬૩૧૯૭૪૯ નો સંપર્ક કરવા વધુમાં જણાવાયુ છે.

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..