Back

બોટાદ હોમગાર્ડઝ યુનિટ દ્વારા ડો.આંબેડકર પરિનિર્વાણ દિન શ્રદ્ધાંજલી સાથે હોમગાર્ડઝ ડે ની ઉજવણી કરાઈ

બોટાદ હોમગાર્ડઝ યુનિટ દ્વારા ૬ ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિવસની ઉજવણી તથા ડો.બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ દિવસની શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

ભારત રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરના ૬૩માં પરિનિર્વાણ દિવસ નિમિત્તે બોટાદ હોમગાર્ડઝ યુનિટના જવાનોએ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. સાથે ડો.આંબેડકરની પ્રતિમાને સલામી આપી હતી. તેમજ ૬ ડિસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિવસ હોવાથી બોટાદના મુખ્ય રસ્તા પર બાઇક રેલી કાઢી સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બધા જવાનો સાથે મળી નાસ્તો કરીને હોમગાર્ડઝ સ્થાપના દિવસનીની ઉજવણી કરી હતી.

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..