Back

બોટાદ સંચાલિત બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર તાલુકા કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે

જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારીયાદીમાં જણાવ્યા મુજબ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ  ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર-બોટાદની રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, બોટાદ સંચાલિત બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર તાલુકા કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા જાન્યુઆરી માસના બીજા વીકમાં યોજાશે.  

            સૌ પ્રથમ તાલુકા કક્ષાએ ૧૪ સ્પર્ધા જેમાં સુગમ સંગીત, સમુહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, રાસ, લોક નૃત્ય, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ સ્પર્ધાઓનું આયોજન થશે.

            સીધી જિલ્લા કક્ષાએ સ્કુલ બેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠય સંગીત, ઓરગન સ્પર્ધાઓનું આયોજન થશે.

            સીધી પ્રદેશ કક્ષાએ ઓડીસી, મોહિની અટ્ટમ, કુચિપુડી, સિતાર, ગિટાર, વાયોલિન, વાંસળી સ્પર્ધાનું આયોજન થશે.

            સીધી રાજ્યકક્ષાએ પખાવજ, મૃદગમ, સરોદ, સારંગી, ભવાઇ, જોડિયા પાવા, રાવણ હથ્થો સ્પર્ધાનું આયોજન થશે.

            આ સ્પર્ધામાં ભાગ લેનાર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ફરજિયાત શાળા-કોલેજ મારફત ફોર્મ ભરવાનું રહેશે. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦  વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, ૬૦ વર્ષથી ઉપરના કુલ ૪ વયજુથની સ્પર્ધાનું આયોજન થનાર છે.

           તાલુકા તથા જિલ્લાકક્ષાની સ્પર્ધાના પ્રવેશપત્રો જિલ્લા રમત ગમત અધિકારી કચેરીજિલ્લા સેવા સદન એ/એસ /૧૩ ખસ રોડ,  બોટાદ ખાતે તા.૩૧/૧૨/૨૦૧૯ સુધીમાં આપવાના રહેશે તેમજ  વધુ વિગત માટે ઉક્ત  કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..