Back

ખેલ મહાકુંભ-૨૦૧૯ માં બોટાદ જિલ્લા કક્ષાના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે

બોટાદ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુભ-૨૦૧૯ નું આયોજન સમગ્ર રાજ્યમાં થયું હતુ જે મહાપર્વ પૂર્ણ થવાને આરે છે.

            આ ખેલ મહાકુભમાં વિજેતા થનાર ખેલાડીઓને પ્રતિવર્ષ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે જ પ્રમાણે આ વર્ષે પણ બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાના ખેલ મહાકુભમાં વિજેતા થનાર ખેલાડીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

            જે અન્વયે તારીખ ૧૪/૧૨/૨૦૧૯  ના રોજ સવારે ૮:૩૦ કલાકે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ-૨૦૧૯ માં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે.

            બોટાદ સ્થિત સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ખેલ મહાકુભમાં બોટાદ જિલ્લા કક્ષાની તમામ સ્પર્ધાઓના તમામ વિજેતા ખેલાડીઓને ઉપસ્થિત રહેવા તથા વધુ માહિતી માટે રમત ગમત અધિકારીની કચેરી, બોટાદનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..