Back

સારંગપુર મંદિરમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

સારંગપુર માં ભવ્ય અન્નકૂટ ઉત્સવ -  ૧૧૧૧ વાનગીઓનો મહાભોગ

હજારોની મેદનીએ દર્શન લાભ લીધો

દેશ-વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત

મંદિર પર દરબારની પ્રતિકૃતિ

 વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન બીએપીએસ સારંગપુર મંદિરમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. દેશ-વિદેશથી પધારેલા હજારો મહાનુભાવો આ દિવ્ય પ્રસંગના સાક્ષી બન્યા હતા.

દર વખતની જેમ બીએપીએસ મંદિર સારંગપુર ખાતે દિવાળી પર્વ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યું. ધનતેરસ - શારદાપૂજન ચોપડાપૂજન સાથે જ હજારો દીવડાઓની સાથે દિવાળી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ. સમગ્ર બીએપીએસ પરિસરને કલાત્મક ઇલેક્ટ્રિક બલ્બથી શણગારવામાં આવ્યું હતું. પૂજ્ય કોઠારી સ્વામીએ પૂજન પછી  હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા.

 નવા વર્ષના વધામણાં અહીં બહુ જ વિશેષ રીતે કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદ માટે વૈદિક મહાપૂજાનું આયોજન સૂર્યોદય સાથે જ થઈ જાય છે. દેશ અને વિદેશમાં સૌ કોઈ પ્રેમ અને ભાઇચારા સાથે રહેવાના અહીં સંકલ્પ આ મહાપૂજામાં થાય છે.

 વળી નવા વર્ષનું આકર્ષણનું કેન્દ્ર એટલે અન્નકૂટ ઉત્સવ.

 આ વર્ષના આરંભે નવી ઉપજ અને આમદની ભગવાનને અર્પણ કરવાની આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે. દરેક મંદિરમાં આ વિધિમાં ભક્તિભાવપૂર્વક ભગવાનને થાળ જમાડવામાં આવે છે. બધું ભગવાનનું જ છે અને ભગવાનને જ અર્પણ કરવાનું છે. ભગવાન જમે અને સમગ્ર વિશ્વ પર કૃપા વરસાવે સાથે જ આ જગતમાં કોઈ ભૂખ્યો ન રહે, સર્વનું કલ્યાણ થાય, આ ભાવના આ ઉત્સવનો મર્મ છે.

 ઉલ્લેખનીય છે કે આ વર્ષે મંદિરમાં ૧૧૧૧ વાનગીઓનો મહા અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ તબક્કે પૂજ્ય કોઠારી પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ સૌના કલ્યાણમય અને સ્વસ્થ જીવન માટે કામના કરી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામીના મંગલમય આશીર્વાદનું શ્રવણ પણ કરાવવામાં આવ્યું હતું.

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..