Back

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનો ૧૭૧ મો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

 બ્રહ્મનિષ્ઠ સંતોના આશિર્વચન,અભિષેક, દાદાનો ભવ્ય આન્નકોટ અને શ્રી મુખ્ય મંદિર નૂતન પ્રવેશદ્વાર નુ ઉદ્દઘાટન કરવામા આવ્યુ.આ પાટોત્સવ પ્રસંગે સાળંગપુર ખાતે હજ્જારો હરિભક્તો ઉમટી પડ્યા હતા.. 

બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલા સુપ્રસિધ્ધ અને પવિત્ર યાત્રાધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનો ૧૭૧ મો વાર્ષિક પાટોત્સવ તા.૧૯-૧૦-૨૦૧૯ ને શનિવારના રોજ ઉજવાયો હતો. જેમા મારૂતિ યજ્ઞ પૂજન, કથા શ્રવણ, પ.પૂ.આચાર્ય મહારાજ અને બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન આશીર્વચન, અભિષેક, દાદાનો ભવ્ય આન્નકોટ અને શ્રી મુખ્ય મંદિર નૂતન પ્રવેશદ્વારનુ ઉદ્દઘાટન કરવામા આવ્યુ હતું. આ દિવસે મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે, શણગાર આરતી સવારે ૭ કલાકે, અભિષેક પૂજા સવારે ૮ કલાકે, કલાત્મક પ્રવેશદ્વાર ઉદ્દઘાટન પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી અને સદ્દગુરૂ સંતો તેમજ ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા મનરંજક સંગીત સુરાવલી સાથે સવારે ૯ કલાકે કરવામા આવ્યુ હતું. તેમજ અન્નકૂટ આરતી પ.પૂ.ધ.ધુ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી દ્વારા ૧૦:૩૦ કલાકે અને યજ્ઞ પૂર્ણાહૂતિ બપોરે ૧૧:૩૦ કલાકે કરવામા આવી હતી. શ્રી હનુમંત ચરિત્ર કથા પ.પૂ.શ્રી હરિપ્રકાશજી સ્વામી તથા પ.પૂ.સ.ગુ.શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની સુમધુરશૈલીમા કથાશ્રવણ કરાવી કથાની પૂર્ણાહુતિ કરવામા આવી હતી. 

શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનો ૧૭૧ મો વાર્ષિક પાટોત્સવમા હનુમાનજી મંદિરના સમગ્ર પ્રરિસરને રોશનીથી શણગારવામા આવ્યુ હતું અને સંસ્થા દ્વારા વિશેષ સગવડ કરવામા આવી હતી. આ પવિત્ર દિવસે દર્શનાર્થે આવેલા લાખો ભક્તોને કોઈ અસુવિધા ન થાય અને સૌને ચા, પાણી, નાસ્તો, મહાપ્રસાદની અને દર્શનનો લ્હાવો મળે તે  માટે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૧ મો વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મંદિરના કોઠારીસ્વામી શ્રી વિવેકસાગરદાસજી, ગુરૂ મહંત પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા, અને સંતમડંળ દ્વારા સમગ્ર મહોત્સવનું સંચાલન કરવામા આવ્યું હતું.આ પાટોત્સવ પ્રસંગે સાળંગપુર ખાતે હજ્જારો હરિભક્તો ઉમટી પડ્યા હતા..

તસવીર:-વિપુલ લુહાર,બોટાદ

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..