Back

નેત્રંગ ગામ સહિત ગામભરમાં પ્રધાનમંત્રી ના આહવાનને દિવા ઝળહળ્યા.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

ચૈત્રમાસ માં દીવાળી જેવો માહોલ ફટાકડા ફોડવાની રમઝટ ચાલી હતી.

કોરોના વાઈરસના પ્રકોપ ને લઈને પ્રધાનમંત્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ૫મી એપ્રિલ ૨૦૨૦ ને રવિવાર ના રોજ રાત્રે નવ કલાકે દિવા પ્રગટાવવાનું આહવાન કરવામાં આવતા નેત્રંગ ગામ સહિત ગામભર ની આમ જનતા સવાર થી જ રાત્રી ના નવ વાગ્યા ના ઇન્તજાર માં જોવા મળી હતી.

રાત્રીના નવ વાગતા પહેલા લોકોએ પોતપોતાના ઘરે દિવા,મીણબત્તીઓ, મોબાઈલ ની ફ્લેશ  પ્રગટાવવાની તૈયારીઓ કરી દીધી હતી. નવ વાગ્યા ના ટકોરે ઘરે ઘરે લાઈટ બંધ કરી ગામભરના ઘરે ઘરે દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. આટલુંજ નહિ પણ લોકો દ્વારા ફટાકડાં પણ ફોડવા માં આવ્યાં હતાં. તેની માટે ગામભરમાં  ફટાકડા ફોડવાની જાણે રમઝટ જામી હતી. નેત્રંગ માં આવેલ હરિધામ ના પૂ.ભક્તિવલ્લભ સ્વામીએ પણ દિવા પ્રગટાવી કોરોના ના સંકતથી આખુંય વિશ્વ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. સાથે દરેક ફળીયા માં "ભારત માતા કી જય,વંદેમાતરમ ના સતત જય ઘોષ ફળિયે ફળિયે ગુંજતો રહ્યો હતો. ચૈત્ર માસ હોવા છતાં પણ ૫ એપ્રિલ નો રાત્રીનો નવ વાગ્યા નો સમય દિવાળી ના મોહોલ માં બદલાઈ ગયેલ હતો. કોરોના પ્રકોપ માં પણ જનતા કરફ્યુ, થાળી વગાડવાનું,શંખનાદ કરવાનું,તેમજ દિવા પ્રગટાવવાની વડાપ્રધાન મોદીજી ની સુંદર પહેલ ને એક જ અવાજે આખા દેશે વધાવી લેતા એ વર્ષો સુધી લોક માણસ પર યાદગાર બની રહેશે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..