Back

નેત્રંગમાં ઘરઆંગણે દીવા પ્રગટાવી કરી રામ નવમીની ઉજવણી.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગમાં ઘરે ઘરે  દિવળાઓ પ્રગટાવીને કરી રામનવમી ની ઉજવણી. ૨જી એપ્રિલ ૨૦૨૦ ચૈત્ર સુદ નોમ ને ગુરુવાર ના રોજ રામનવમીના પાવનપર્વે નેત્રંગમાં સાંજે ૭:૩૦ કલાકે દરેક રામ ભક્તોએ પોતપોતાના ઘરે ૯ દિવા કરી અંધકારને દુર કર્યો હતો.

આ રામનવમી આપના માટે ખૂબ જ ખાસ હતી. કેમકે અયોધ્યાના રામ મંદિર પરના ઐતિહાસિક ચુકાદા પછીની આ પહેલી રામનવમી આપણે કઈ અલગ અને ભવ્ય રીતે ઉજવણી કરવા માંગતા હતા.

પરંતુ આપના વિશ્વ પર આવેલ આ અણધાર્યા સંકટ એટલે કે  કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ૨૩મી માર્ચ ૨૦૨૦ ની મધ્યરાત્રી થી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસને (WHO) દ્વારા વૈશ્વિક મહામારી પણ જાહેર કરવામાં આવેલ છે. એને કારણે દેશ ના તમામ રાજ્યો અને જીલ્લાઓમાં કોરોના વાઇરસનો ફેલાવો થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. કોરોના વાઈરસનો ફેલાવો શ્વાસો શ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. જેથી એક જગ્યાએ પાંચ કે તેથી વધુ માણસો ભેગા નહીં થવા અંગે પોલીસ તંત્ર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

જેને લઈને કોરોના વાયરસના લોક ડાઉનને કારણે સમગ્ર દેશ રામચંદ્રજી ના પ્રાગટય દીવસ રામ નવમીનો તહેવાર દર વર્ષની સરખામણીમાં શોભાયાત્રા વિના કોઈ ભીડભાડ વગર મંદિરમાં પણ સંપૂર્ણ શાંતી પુર્વક ઉજવાયો. નેત્રંગ માં પોતાના આરાધ્ય શ્રી રામના જન્મોત્સવ ના દિવસે ૭:૩૦ વાગે રાત્રે પોતાના ઘરના આંગણે ઉંબરે દીપ પ્રગટાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. કેટલાક ફળિયામાં સોસીયલ ડિસ્ટન્સને ધ્યાન માં રાખીને દરેક ઘેરે ઘેર ભક્તજનો દ્વારા દીપ પ્રકટાવવામાં આવતા સમગ્ર વિસ્તાર જાણે દીપમય બની ગયો હતો. હાલની મહામારીને ધ્યાનમાં રાખી નેત્રંગ ગ્રામજનો એ ખૂબ જ શાંતીથી અને સરકારની સૂચના મુજબ પોત પોતાના ઘરમાં રહી દીવડા પ્રગટાવી તહેવારની ઉજવણી પણ કરી અને સરકારની સૂચનાનું પાલન કરી સારા નાગરિક તરીકેની ફરજ પણ અદા કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..