Back

નેત્રંગ : મહેસાણા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા નેત્રંગ અને વાલિયા તાલુકામાં 1000 કીટ ગરીબોને વિતરણ કરી હતી.

રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯


સોડગામમાં બે અન્ય ગામોમાં શેરડી કાપતા મજૂરોને ૧૬૬ કીટની સહાય આપી હતી.


40 સભ્યોએ 400 રૂપિયાની એક કીટ મળી 1000 કીટ સહાય કરી 4 લાખનું અન્નદાન કર્યું હતું.


         વાલિયા અને નેત્રંગ તાલુકાના વીસ જેટલા ગામોમાં લોકડાઉનના કારણે ઘરની બહાર નહિ જઈ શકતા કોઈ કામધંધો નહિ હોવાથી આવકનો સ્ત્રોત બંધ થઈ જતા તેવા જરૂરીયાતમંદ ગરીબ મજૂર વર્ગને મહેસાણા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા અનાજ , કઠોળ ,સાબુ ,લોટ અને મરી મસાલાની એક હજાર કીટ તૈયાર કરી હતી.આ કીટ વાલીયા અને નેત્રંગ તાલુકાના વિઠ્ઠલગામ, પેટીયા, ગુંદિયા ,રાજપરા, ચાસવડ, ઝરણાવાડી ,સોડગામ એવા ઘણા ગામ ખાતે ગરીબ બેકાર થયેલા આદિવાસી પરીવારોને મહેસાણા જિલ્લા મિત્રમંડળ ઘ્વારા અનાજની 1000 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોડગામ અને અન્ય બે ગામોમાં શેરડી કાપવાના ખાનદેશી પરીવારોને કીટ આપવા જતા લોકો દોડી આવ્યા હતા.

          આ જીવનજરૂરીયાતની કિટમાં ૫ કીલો લોટ, ૧ કીલો તુવરની દાળ, ૩ કીલો ચોખા, ૧ કીલો તેલ, બે સાબુ,મરી મસાલા મીઠું વગેરે 14 દિવસ ચાલે એટલું રાશન ભરવામાં આવ્યું હતું.જેમાં નેત્રંગ ગઈકાલે ૨૦૦, આજે ૪૦૦ અને વાલિયાના ગામડાઓમાં ૪૦૦ મળી એક હજાર કીટ વિતરણ કરવામાં આવી હતી.૪૦૦ રુપિયાની એક કીટ મળી કુલ ચાર લાખ રૂપિયાનું અન્નદાન આદિવાસી ગરીબ જરૂરીયાતમંદ પરીવારોને સહાય કરી હતી .જેમાં મહેસાણા મિત્ર મંડળના 40 સભ્યોએ આ કીટમાં અનાજ કઠોળ મરી મસાલા અને તેલનું પેકીંગ કરી જાતે વિતરણ કર્યું હતું . વિતરણમાં વધુ લોકો ભેગા ના થાય તે માટે અંકલેશ્વરથી 13 સભ્યો જોડાયા હતા.આ નેત્રંગ અને વાલિયા તાલુકાના ગામડાઓમાં રાહત કીટ વિતરણમાં મહેસાણા મિત્ર મંડળ અને અંકલેશ્વર નોટીફાઈડ એરીયા બીજેપીના પ્રમુખ ભરતભાઈ પટેલ, વજુભાઈ , શૈલેશભાઈ, જશુભાઈ, નિતિષભાઈ,તેજસભાઈ વગેરેએ તેમના હસ્તે ગરીબ જરૂરીયાતમંદોને અનાજ આપી રાહત કાર્ય કર્યું હતું.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..