Back

નેત્રંગ : જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસે કરી લાલ આંખ.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

કોરોના વાયરસ (મહામારી) અનુસંધાને બહાર પાડેલ જાહેરનામુ તેમજ ૨૩મી માર્ચ ૨૦૨૦ની મધ્યરાત્રિથી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે. તેના અનુસંધાને હાલમાં સમગ્ર ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસ covid-19 ફેલાયેલ છે જેને ( WHO ) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. જે જોતા ભરૂચ જીલ્લામાં પણ કોરોના વાઇરસનો ફેલાવો થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. સદર કોરોના વાઇરસનો ફેલાવો શ્વાસો શ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય. જેથી એક જગ્યાએ પાંચ કે તેથી વધુ માણસો ભેગા નહીં થવા તથા ઠંડા પીણા વિગેરે વસ્તુઓનું વેચાણ નહીં કરવા અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે.

નેત્રંગમાં કોરોના વાયરસના અનુસંધાને પાડેલ જાહેરનામનો ભંગ કરનાર સામે નેત્રંગ પોલીસે કરી લાલ આંખ. WHO દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના વાયરસ(કોવિડ-૧૯) ફેલાઈ નઈ તે માટે જાહેર કરાયેલા લોક ડાઉન નું પાલન નહિ થતા નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લોકડાઉન નો અમલ ચાલુ હોવા છતાં નેત્રંગ પોલીસે દુકાન ખોલી પડેકાઓ તેમજ ઠંડાપીણાનો મનસ્વી વેચાણ કરતા ૬ જેટલા દુકાનદારો, જાહેરમાં રસ્તા ઉપર કોઈ કામ વગર નીકળેલ અને રસ્તા ઉપર થુંકતાં ૧ ,મનસ્વી રીતે ટોળુ વળી બેસેલ ૬ જેટલા ઈસમો તેમજ વગર કામના વાહનો લઈને આંટા મારતા ૧૧ જેટલા વાહનો ને ડિટેન કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરેલ હોય તેઓ વિરૂધ્ધ ગુનો નોંધી નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .જેથી લોકો માં ફફડાટ ફેલાયો છે.

.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..