Back

નેત્રંગ : કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા બજારો ૩૧મી માર્ચ સુધી બંધ.


રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ ગામમાં તેમજ તાલુકાભરમાં કોરોના વાઈરસને ફેલાવતો અટકાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના પગલાભરીને નેત્રંગ ના તમામ બજારો ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવાતા પ્રજામાં ચહલ પહલ મચી જવા પામી છે. તો બીજી તરફ બંધના નિર્ણય ને લઈને બપોરના સમયે નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં શાકભાજી સહિત અન્ય ચીજવસ્તુઓ ખરીદી કરવા માટે લોકટોળા ઉમટી પડયા હતા.

નેત્રંગ ગામ સહિત ગામમાં ૨૨મી માર્ચના રોજ પ્રજાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને લઈને જડબેસલાક જનતા કર્ફ્યુનો અમલ કરીને જડબેસલાક બંધ પાળ્યો હતો.

૨૩મી માર્ચના રોજ નેત્રંગ મામલતદાર એલ.આર.ચૌધરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી.એસ.ગામીત તેમજ અન્ય સ્થાનિક અધિકારીઓ તેમજ ગામના અગ્રણીઓ વેપારીઓને એક મિટિંગ મળી હતી  જેમાં કોરોના વાયરસની વધતી જતી ભયંકરતા ને લઈને જનતા આરોગ્યની સુખાકારી ને ધ્યાન પર લઈને અગમચેતી ના ભાગ રૂપે નેત્રંગ ગામના તમામ બજારો તા.૩૧મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરતા નેત્રંગ મામલતદાર એલ.આર.ચૌધરી તેમજ નેત્રંગ ગ્રામપંચાયત ના સરપંચ તેમજ તલાટીકમમંત્રી દ્વારા તકેદારી ના પગલાં રૂપે બંધ માટે ની અપીલ કરવામાં આવી હતી.

નેત્રંગ ના વેપારીઓ નાના,વેપારીઓ,લારી,ગલ્લા વાળા,નાના નાના વેપારીઓ એ  બપોરના સમયથી બંધ નો અમલ કર્યો હતો.આ સમયે ગામના અગ્રણી વેપારી રાજુભાઈ સોમજીભાઈ શાહ,મામલતદાર એલ.આર.ચૌધરી, પી.એસ.આઈ બી.એસ.ગામીત તેમજ સ્ટાફ દ્વારા બંધ નો અમલ કરવા માટે લારી-ગલ્લા દુકાન પર ફરી ફરીને બંધ કરાવી હતી. સરકારે જાહેર કરેલ આવશ્યક ચીજવસ્તુઓ સિવાય ની તમામ દુકાનો બંધ કરાવી હતી.

આ સમયે ગામની પ્રજાસહીત તાલુકાના ૭૮ ગામની પ્રજા મોટા પ્રમાણમાં શાકભાજી ખરીદીને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી માટે ટોળબંધી ઉમટી પડી હતી.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..