Back

વાવ તાલુકાના ડેડાવા ગામે નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ગામના તળાવના કિનારે વહેલી સવારે નર્મદા નદીના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમ માં વાવ તાલુકાના મામલતદાર તેમજ પાર્ટી અધ્યક્ષ, ગુમાણસિંહબાપુ, ગામના સરપંચ, સભ્યો તેમજ ગામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમ માં બધાએ ઉત્સાહ ભેર ભાગ લીધો. 

શાળાનાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. અનેં નર્મદા મૈયાની આરતી તેમજ સ્તુતિ અનેં ગીતો રજૂ કર્યા તથા નર્મદા મૈયાની કવિતાઓનું પઠન કર્યું.. ઉપરાંત સ્વચ્છતા તેમજ વૃક્ષ રોપણ કાર્યક્રમ પણ કરવામા આવ્યો હતો. બાળકો તેમજ લોકો ને મેઘ લાડુ નું વિતરણ કરવામા આવ્યુ હતું.

રિપોર્ટર:-મુકેશભાઈ જોષી

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..