Back

વાવ તાલુકાના ડેડાવા ગામની પ્રાથમિક શાળામાં ગાંધી જ્યંતી ની ઊજવણી કરવામાં આવી.

વાવ તાલુકાનાં ડેંડાવા ગામે ગાંધીજીની 150 મી જન્મજયંતિ ની ભાવપૂર્ણ ઊજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમની શરૂઆત ગાંધીજીના અત્યંત લોક પ્રિય ભજન "વૈષ્ણવ જન તો તેને રે કહીએ". તેનાથી કરવામાં આવી હતી. અને ત્યારપછી શાળાના આચાર્ય ગણપત ભાઈ ગોહિલ દ્વારા શાળાના બાળકોને ગાંધીજી વિશેની જાણકારી આપી અને આઝાદી સમયે કેટલું મહત્વ રહ્યું હતું એ અંગે પણ જાણકારી આપી હતી.

અને ત્યારબાદ "ફિટ ઈન્ડિયા" અને "પ્લાસ્ટિક મુક્ત ભારત" વિશેની યોજનાથી પણ બાળકો જાણકાર થાય તે માટે એ વિશે પણ સંપૂર્ણ જાણકારી આપી. તેમજ શાળાના બાળકોએ અને શિક્ષકોએ પણ ગાંધીજીના વિચારો પર મનોમંથન કર્યું હતું.

તેમજ શાળાના બાળકો દ્વારા શાળાની તેમજ ગામની સાફ સફાઈ કરી હતી. અને ગામમાં લોકો ગમે ત્યાં કચરો ન નાંખે તે અંગે રેલી પણ યોજવમાં આવી હતી. અને ગામને સંપૂર્ણ પણે ગંદકીથી દૂર રાખવાનો સંકલ્પ પણ લિધો હતો. આ કાર્ય માટે સ્કૂલના વિદ્યાર્થીઓમાં પણ ખુબજ ઉત્સાહ હતો. અને પૂર્ણ નિષ્ઠા થી સફાઈનું કાર્ય પૂર્ણ કર્યું હતું.

રિપોર્ટર:-મુકેશભાઈ જોષી

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..