Back

વાવ તાલુકાના ડેંડાવા ગામના વિદ્યાર્થીએ મેળવ્યો ગોલ્ડ મેડલ.

પાકિસ્તાન ની બોર્ડેર નજીક આવેલ વાવ તાલુકાના ડેડાવા ગામના વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડમેડલ મેળવ્યો.

અમદાવાદ ની "ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર" કોલેજમાં અભ્યાસ કરતા ગાડીયા નિલેશભાઈ ભૂરાભાઈએ ગત વર્ષે લેવાયેલી યુનિવર્સિટી કક્ષાની પરીક્ષામાં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં "બેચલર ઓફ ડેન્ટલ સર્જરી"માં પ્રથમ ક્રમાંક મેળવીને ગોલ્ડમેડલ પોતાના નામે કર્યો હતો. અને ડોક્ટરની પદવી મેળવી હતી.

નિલેશભાઈએ કોલેજના પ્રથમ તેમજ ચોથા વર્ષે એમ બે વખત ગોલ્ડમેડલ મેળવ્યો છે. અને પોતાના બ્રહ્મસમાજનું તેમજ પોતાના ગામનું નામ રોશન કર્યું છે. તે બદલ બ્રાહ્મસમાજે પણ તેમને સન્માનિત કર્યા હતા.

નિલેશભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી વાત્સલ્ય ન્યુઝ ચેનલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ.

રીપોર્ટર:-મુકેશભાઈ જોષી

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..