Back

દિયોદર ખેતી.ઉ.બજાર સમિતિ ના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાતા સન્માનિત કરાયા

દિયોદર ખે ઉ.બજાર સમિતિ ના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાતા સન્માનિત કરાય


દિયોદર તાલુકા પ્રેસ કલબ દ્વારા આજરોજ પૂર્વ હોદેદારો સહકારી ક્ષેત્રેમા ચુંટાઈ આવતાં તેમનો સન્માન સમારોહ અગ્રણી પત્રકાર રાજેન્દ્રભાઇ જોષી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો


બેઠકના પ્રારંભમાં ક્લબના પ્રમુખ અરવિંદભાઈ હાલાણીએ બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળવા વિનંતી કરી રાજેન્દ્રભાઇ જોષી ના નામની દરખાસ્ત મુકેલ જેને દિનેશભાઇ કોઠારીએ ટેકો આપેલ કર્યોક્રમ નો પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવેલ. જેમાં બંધારણ સમિતિના ચેરમેન નારણભાઇએ બંધારણનું વાંચન કરેલ અને સર્વાનુમતે બહાલી અપાઈ દિયોદર તાલુકા પ્રેસ કલબ ના સ્થાપક હોદેદર અને બજાર સમિતિ દિયોદર ના વાઇસ ચેરમેને પરાગભાઈ જોષીના સન્માન પહેલા અશોકભાઈ શેઠએ પરાગભાઈ જોષી નો વિસ્તુત પરિચય આપતો જણાવેલ કે પરાગભાઈ નું દિલ પ્રેસ માં અને મન રાજકારણમાં છે.તેઓ બે ટર્મથી દિયોદર તાલુકા ભાજપ ના પ્રમુખ રહ્યા અને પ્રેસ ક્લબને કાયમી ઉપયોગી રહ્યા છે.ઊપસ્થિત તમામ સભ્યો એ મળી પરાગભાઈ નું સાલ ઓઢાડી સન્માન પત્ર આપી ઉમળકાભેર સન્માનિત કરતા પ્રેસ કલબ માટે ગૌરવ વતી દિવસ બની રહ્યો હતો.


આ બેઠકમાં મોટી સંખ્યામાં પ્રેસ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા આભાર વિધિ  મંત્રી અનુપજી ઠાકોરે કર્યા બાદ સૌએ સાથે ભોજન લીધું હતું .આ પ્રસંગે બળદેભાઇ જોષી. લલિતભાઈ દરજી,તુષારભાઈ ત્રિવેદી .પાંચાંજી ઠાકોર .અલ્કેશભાઈ જોષી.નટુજી ઠાકોર .કિશોરભાઈ નાયક. કુરશીભાઈ ગજ્જર. રાજેશભાઈ વ્યાસ. રઘુભાઈ નાઈ. અશોકભાઈ ડોડીયા .વગેરે પત્રકાર મીત્રો ઉપસ્થિત રહ્યા હતા


રિપોર્ટર : લલિત દરજી દિયોદર

દિયોદર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..