Back

દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણીમાં ૧૬ બેઠકો માટે ૭૨ઉમેડવારીપત્રો ભરાયા

દિયોદર માર્કેટ યાર્ડ ચૂંટણીમાં 16 બેઠકો માટે 72 ઉમેદવારીપત્રો ભરાયા

રિપોર્ટર: લલિત દરજી દિયોદર બનાસકાંઠા

 દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સ્થાપક કમિટી ની ચૂંટણી અંતર્ગત શનિવારે ઉમેદવારીપત્ર રજૂ કરવાના પ્રથમ અને અંતિમ દિવસે કુલ ૧૬ બેઠકો માટે ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે આગામી ૭મી ઓક્ટોબરે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

દિયોદર માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થતા દિયોદર તાલુકામાં સહકારી ક્ષેત્રમાં રાજકીય રંગ જામ્યો છે, ત્યારે સમયાંતરે વિવાદાસ્પદ રહેલ દિયોદર માર્કેટયાર્ડમાં સત્તા માટે સહકારી આગેવાનોએ આગેકૂચ કરી છે. દિયોદર માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થયા બાદ શનિવારે ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ અને અંતિમ દિવસે ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે 50 ઉમેદવારીપત્રો તેમજ વેપારી વિભાગની ચાર બેઠકો માટે ૨૭ ઉમેદવારોએ પત્રો અને ખરીદ વેચાણ મંડળી ઓ ના વિભાગ માં બે બેઠકો માટે ૫ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટર પાલનપુર એસ.બી.ચૌહાણ એ જણાવ્યું હતું કે દિયોદર માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ૧૬ બેઠકો માટે કુલ ૭૨ ઉમેદવારીપત્રો રજૂ કરાયા છે. ત્યારે રવિવારે ઉમેદવારી પત્રક ચકાસણી થયા બાદ આગામી ૭મી ઓક્ટોબરે પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી અંતર્ગત તાલુકાના સહકારી આગેવાનોએ પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા. જેમાં ધારાસભ્ય અને વર્તમાન ચેરમેન શીવાભાઈ ભુરીયા, પૂર્વ માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરક, કરસનભાઈ દેસાઈ, ભરતસિંહ વાઘેલા, ખેંગારભાઈ રાજપુત, ઈશ્વરભાઈ પટેલ વગેરે સહકારી આગેવાનોએ પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા.

દિયોદર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..