દિયોદર તાલુકા ની પ્રાથમિક શિક્ષણ શરીફ સહકારી મંડળી ના ચેરમેન પદે ભદ્રસિંહ રાઠોડ ની બિનહરીફ વરણી
દિયોદર તાલુકા ની પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી ના ચેરમેન પદે ભદ્રસિંહ રાઠોડની બિનહરીફ વરણી.....
૧૮ કરોડ રૂપિયા કરતાં વધુનું ટર્નઓવર કરતી દિયોદર તાલુકાની પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી માં તમામ સમાજને સાથે લઈને ચાલનાર તેમજ કર્મયોગી અને બાહોશ તેમજ કાયદાના જાણકાર એવા ભદ્રસિંહ રાઠોડની ચેરમેન પદે બિન હરીફ વરણી કરવામાં આવી છે. અગાઉ પણ ભદ્રસિંહ રાઠોડ બે વાર ચેરમેન પદે સેવા આપી ચૂકયા છે એવામાં ફરી એકવાર ભદ્રસિંહ ના નેતૃત્વમાં મંડળી દિન-પ્રતિદિન પ્રગતિ કરે એવી સૌએ આશા વ્યક્ત કરી હતી અને ભદ્રસિંહને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે. વાઈસ ચેરમેન પદે ડાયાભાઈ જોશી ની વરણી કરવામાં આવી છે . આ પ્રસંગે અમૃતભાઈ ભાટી, પોપટજી ઠાકોર, ઉદેસિંહ વાઘેલા, અંબારામભાઈ જોશી, સોમાલાલ ઉપાધ્યાય, જામાભાઈ પટેલ, દયારામભાઈ સિલ્વા , ભલજીભાઈ ડાભી, ગોવિંદભાઈ દેસાઈ, સોમાભાઈ ઉપાધ્યાય, કરસનભાઈ પઢાર , વીરમભાઈ પટેલ,નેમાભાઈ ઉમોટ સહિત કર્મચારીઓ દ્વારા ભદ્રસિંહ રાઠોડને મોં મીઠું કરાવી શુભકામનાઓનો વરસાદ વરસાવ્યો હતો. આ પ્રસંગે ભદ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી શરાફી સહકારી મંડળીના ચેરમેન તરીકે મારી બિન હરીફ વરણી કરવા બદલ તાલુકાના શિક્ષક આગેવાનો, મંડળીના ડિરેક્ટરશ્રીઓ, આચાર્ય મિત્રો, શિક્ષક ભાઈઓ બહેનો અને મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને અભિનંદન પાઠવનાર વડીલો અને મિત્રોનો પણ આભાર માનું છું. આપ સૌનો સાથ સહકાર અને આશિર્વાદ સદૈવ મળતો રહેશે એવી મને શ્રદ્ધા છે..
રિપોર્ટર : લલિત દરજી દિયોદર બનાસકાંઠા




