Back

મકાનની આકારણી માટે બિલ્ડર પાસે રૂ. ૧૦ લાખ માગ્યા

મકાનની આકારણી માટે બિલ્ડર પાસે રૂ. ૧૦ લાખ માગ્યા હતા


બિલ્ડરના પુત્રનાં અપહરણની ધમકી આપતા ગાગલાસણ ના મહિલા સરપંચ સામે ફરિયાદ


સિધ્ધપુર પોલીસે  ચાર સામે ગુનો નોંધી તપાસ આદરી 


સિધ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામના મહિલા સરપંચ અને તેમના પતિ વગેરેએ ગામની સીમમાં આવેલ મકાનોને આકારણી કરવા બદલ રૂપિયા ૧૦ લાખની માગણી કરી હતી પણ બિલ્ડર તે ન આવતા તેમના ઘરે જઈ મારપીટ  કરી દીકરાનું અપહરણ કરી જવાની ધમકી આપતા આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

 સિધ્ધપુર સનનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર હસમુખભાઈ પ્રજાપતિએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગાગલાસણ ગામની સીમમાં ધરતી બંગલોઝ નંબર ૪ ની રહેણાક મકાનોના પ્લોટીંગ કરી ૪૪ મકાન બનાવેલ છે જેમાંથી ૨૦ થી ૨૨ મકાન વેચાણ વથયેલ છે બાકીના મકાન વેચવાના બાકીબાકી છે જે તમામ મકાનની આકારણી કરવા ગામ પંચાયતમાં અરજી કરેલી પરંતુ સરપંચ હંસાબેન જયેન્દ્રગીરી ગોસ્વામી બધા જ એમના પતિ જયેન્દ્રગીરી કાળુગીરી ગોસ્વામી છેલ્લા બે વર્ષથી આ લાગણી સારું અમારી પાસે ખોટી માંગણી કરતા હતા આ બાબતે સપ્ટેમ્બરમાં તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ રજૂઆત કરી હતી જેને મનદુખ રાખી જયેન્દ્ર ગીરી કાળું ગીરી ગોસ્વામી, હંસાબેન જયેન્દ્રગીરી ,કૌશિકગીરી કળુગીરી ગોસ્વામી અને જયેન્દ્રગીરી પુત્રએ ૨૦ સપ્ટેમ્બર ના રોજ ઘરે આવી દસ લાખ રૂપિયા આપ્યો નહીં તો તમારા દીકરાને ઉપાડી જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે સિધ્ધપુર પોલિસ મહિલા સરપંચ, તેના પતિ સહિત ચાર સામે ગુનો નોંધ્યો છે

બળવંત રાણા

સિધ્ધપુર

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..