Back

ક્રિએટીકા થિયેટર હબ દ્વારા મરીઝ ની પુણ્યતિથિ નિમિતે ત્રિદિવસીય સાહિત્ય મહોત્સવ યોજાયો

ક્રિએટીકા થિયેટર હબ દ્વારા ' મરીઝ ' ની પુણ્યતિથિ નિમિતે ત્રિદિવસીય ' સાહિત્ય મહોત્સવ ' યોજાયો


સિધ્ધપુરની ફેબૂલસ સ્કૂલ ખાતે 'ક્રિએટીકા થિયેટર હબ' દ્વારા ગુજરાતના ગઝલ સમ્રાટ તરીકે ઓળખાતા 'મરીઝ' ની ૩૭મી પુણ્યતિથિ નિમિતે તા - ૧૮/૧૦/૨૦૨૦ થી ૨૦/૧૦/૨૦૨૦ સુધી ત્રિદિવસીય સાહિત્ય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે સવારે લેખન સ્પર્ધા હતી જેમાં ૧૬ સ્પર્ધકો હતા , સાંજે વક્તૃત્વ સ્પર્ધા હતી જેમાં ૧૨ સ્પર્ધકો હતા. દ્વિતીય દિવસે સાંજે ઓપન માઈક સ્પર્ધા હતી જેમાં ૧૫ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તૃતીય દિવસે સાંજે ક્રિએટીકા થિયેટર હબ દ્વારા 'મરીઝ - એક દાસ્તાન' નામનું નાટક રજૂ કરવા આવ્યું અને ત્રણેય સ્પર્ધાના નિર્ણાયકો દ્વારા પ્રથમ , દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા અને વિજેતા સ્પર્ધકોને સર્ટિફિકેટ , ટ્રોફી , રોકડ રકમ અને ધોની સ્ટેશનરી તરફથી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં સુષ્ટીબેન ઠાકરે સારુ એવુ પર્ફોમન્સ કરી ને   દ્વિતીય નંબર મેળવ્યો હતો


કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જયા બેન શાહ , દિગેશ ભાઈ વ્યાસ , મહોમ્મદ હરરવાલા , જનક ભાઈ પટેલ , હીરેન ભાઈ વ્યાસ , સાહિત્ય વર્તુળના પ્રમુખ અરુણ ભાઈ પાધ્યા , સાહિત્ય સર્જનના પ્રમુખ જ્યોતીન્દ્ર ભાઈ ભટ્ટ , જીજ્ઞા બેન દવે , ઉર્વેશ ભાઈ પંડ્યા , અકબર ભાઈ મોમીન ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમ નું સુંદર આયોજન યાજ્ઞિક ચૌહાણ , હેત ચૌહાણ , રુદ્રેશ ભટ્ટ અને સમગ્ર ક્રિએટીકા થિયેટર હબના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.



બળવંત રાણા

સિદ્ધપુર પ્રતિનિધિ

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..