Back

સિદ્ધપુર મુકામે શ્રી ખડાલિયા હનુમાનજી દાદા મંદિર સંસ્થાન દ્વારા પલ્લી મહોત્સવ

સિદ્ધપુર મુકામે શ્રી ખડાલિયા હનુમાનજી દાદા મંદિર સંસ્થાન દ્વારા પલ્લી મહોત્સવ

ઉદેપુરના પહાડોમાં સ્વયંભૂ પ્રગટ થયેલા અને લાલા વણઝારાની પોઠ મારફતે આવેલા અને ખડાલ ગામમાં સ્થાપિત થઈ શ્રી ખડાલીયા હનુમાનજીના નામથી પ્રસિદ્ધ પામેલા એવા શ્રી ખડાલીયાં હનુમાનજી દાદાનો પલ્લી મહોત્સવ આદિ અનાદી કાળથી ઉજવાતો આવે છે અને આજે પણ એજ ધામ ધૂમથી લાડીલા ભકતજનો દ્વારા ઉજવાય છે.

   આ દાદાનું નીજ મંદિર હાલના સિદ્ધપુર શહેર ના ઉત્તર દિશામાં આવેલું છે ખડાલ ગામ વર્ષો પહેલા ધ્વંશ થઈ ગયેલું. ખડાલ ગામના રહીશો જુદા જુદા ગામોમાં વિખેરાઈ ગયા છતાં પણ આ દાદાનો પલ્લી મહોત્સવ જે તે પ્રાચીન કાળથી ઉજવાતો આવ્યો છે.અને લાખ્ખો ભક્તો દૂર દૂરથી દાદા ના દર્શને આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે.આ વર્ષે આસો.સુદ ૧૪ ના તા.૩૦/૧૦/૨૦૨૦ ના શુક્રવારના રોજ  સિદ્ધપુર મુકામે ધામ ધૂમથી દાદાનો પલ્લી  મહોત્સવ ઉજવાશે.તો દર્શન માત્રથી સુખ:શાંતિ અને સમૃદ્ધિના દાતા અને ભક્તોના રક્ષક ,પર પ્રેરિત મંત્ર,તંત્ર,અને જંત્ર ના વિનાયક અને સવિધાના પ્રાગટ્ય થી ભક્તોનું રક્ષણ કરનાર એવા દાદાના દર્શને પધારી આશીર્વાદ મેળવવા જેવા છે.તો સર્વ ભકતજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે.

ખાસ નોંધ :- આ વખતે વૈશ્વિક મહમારીના કારણે ભારત સરકારની કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ દરેક ભક્તોએ માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરવા નમ્ર વિનતી છે.

બળવંત રાણા

સિદ્ધપુર,પાટણ


અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..