Back

માંડવી તાલુકાના મકડા ગામની વાડીમાંથી ૩.૩૦ લાખની કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી દ્વારા

માંડવી કચ્છ : ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અને માંડવી તાલુકાના મકડા ગામના વાડી માંથી ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂની ૩.૧૦ લાખની કિંમતની ૭૭૮ જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી.જોકે, દરોડા દરમિયાન આરોપી સ્થળે થી નાશી ગયો હતો. 

મળતી વિગતો મુજબ સચોટ બાતમીના આધારે પશ્ચિમ કચ્છ ભુજની એલસીબીની ટીમ માંડવીમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મકડા ગામથી કોટડા (રોહા) ગામ તરફ જતા પાકા રોડ પર આવેલ વાડીમાં દરોડો પડાયો હતો. દરોડા દરમિયાન ભારતીય બનાવટી વિદેશી દારૂ ઝડપ્યો હતો.તે  દિલીપસિંહ જીલુભા જાડેજા નામના આરોપીએ વાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ રાખી વેચાણ કરતો હોવાની બાતમી આધારે પશ્ચિમ કચ્છ ભુજ એલસીબીની ટીમે દરોડો પાડયો હતો.

સ્થળ પરથી દરોડા દરમિયાન મેકડોવેલ્સ વ્હીસ્કીની ૩૦૦ બોટલ, રોયલ ચેલેન્જર ક્લાસીક વ્હીસ્કીની ૧૮૦ બોટલ તેમજ નાઈટ બ્લૂ મેટ્રો વ્હીસ્કીની ર૯૮ બોટલો મળી આવી હતી. જેની કિંમત ૩.૧૦ લાખનું સાથે એક જીજે૧ર-ડીજી-ર૧૪૬ નંબરની ર૦ હજારની બાઈક પણ કબજે કરાઈ હતી. કુલ રૂા.૩,૩૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. 

રેડ દરમિયાન દિલીપસિંહ જીલુભા જાડેજા હાજર ન મળી આવતા આરોપી વિરૂદ્ધ ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..