Back

કોરોના વિરોધી રસી મુકાવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે : જાણો કઈ રીતે ?

કોરોના વિરોધી રસી મુકાવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે : જાણો કઈ રીતે ?

રસીની કોઈ આડઅસર થતી નથી અફવાઓથી દૂર રહેવા તેમજ સરકાર તરફથી આવતી સૂચના અને માર્ગદર્શિકાને અનુસરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલની અપીલ


રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં કોરોના વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૪૫ થી ૫૯ ની વય જૂથમાં આવતા ગંભીર રોગો ધરાવતા વ્યક્તિઓને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરાવવામાં આવેલ છે. રસીની કોઈ આડઅસર થતી નથી આ અંગેની અફવાઓથી દૂર રહેવા તેમજ સરકાર તરફથી આવતી સૂચના અને માર્ગદર્શિકાને અનુસરીને લોકોએ રસી મુકાવીને પોતાને કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહેવાની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ તરફથી અપીલ કરાઇ છે.

નર્મદા જિલ્લામા-૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૨-સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ, ૧-કોવિડ હોસ્પિટલ, ૧ શહેરી આરોગ્ય કેન્દ્ર રાજપીપલા ખાતે રસીનો ડોઝ આપવા માટે સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. દરેક સરકારી દવાખાનામાં સ્થળ પર નોંધણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જો તમે ઈચ્છતા હોવ તો તમારા પોતાના મોબાઈલ ઉપર આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા અને સેલ્ફ રજીસ્ટ્રેશન Covin.gov.in વેબ પોર્ટલ પરથી પણ પોતાના મોબાઈલ પર OTP મેળવીને નોંધણી કરાવી શકો છો. એક મોબાઈલ નંબર ઉપર વધુમાં વધુ ચાર વ્યક્તિની નોંધણી કરાવી શકશે.

નોંધણી કરાવવાં માટે આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, જોબ કાર્ડ, પાસપોર્ટ, બેન્ક પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરેલ પાસબૂક, સાંસદો/ધારાસભ્યોએ જાહેર કરેલા અધિકારક પ્રમાણપત્રો, કેન્દ્ર-રાજ્ય સરકાર પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા જાહેર કરેલા આધારો, જન્મનું પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ નોંધણી માટે સાથે રાખવા તેમજ રસી લીધા બાદ કોરોના પ્રતિરોધક વ્યવહારો જેવા કે માસ્ક પહેરવાં, વારંવાર સાબુ -પાણીથી હાથની સફાઈ કરવાં અને એક બીજા વચ્ચે ૬ કૂટનું અંતર ધ્યાનમાં રાખવાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ તરફથી જણાવાયું છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..