Back

હાલોલ રૂરલ પોલીસે રવાલીયા ગામ નજીકથી વિદેશીદારુનો જથ્થો ઝડપી પાડ્યો

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


હાલોલ રૂરલ પોલીસે હાલોલ તાલુકા ના રવાલીયા ગામ નજીક થી રૂપિયા 15000/- ની બાઈક સાથે રૂપિયા 51600/- નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડયો હતો. જોકે રેડ દરમિયાન બાઈક પર સવાર આરોપી  ભાગી છૂટયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે બળીયાદેવ ગામે રહેતો વિશાલ મંગળભાઈ ચૌહાણ તથા સંજય રંગીત ભાઈ પરમાર રહે. હડબીયા ના ઓ બાઈક પર ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો હડબીયા ગામે થી રવાલીયા ગામ તરફ લઈ જવાના હોવાની બાતમીને ને લઇ પોલીસે રવાલીયા ગામ ના વળાંક પાસે વોચ રાખી હતી. દરમિયાન બાતમી વાળી બાઇક પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કરેલ પરંતુ બાઈકચાલક પોલીસને જોઈ બાઈક ને રોકવાને બદલે બાઇકને ભગાડી મુકી હતી. પોલીસે તેમનો પીછો કરતા બાઈક ચાલક બાઈક અને પ્લાસ્ટિકના થેલામાં રાખેલો દારૂનો જથ્થો ફેકી ને ભાગી છૂટયા હતા. પોલીસે પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતા રૂપિયા 51600/- નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 15000 બાઈક તેમજ દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 66600/-નો મુદ્દામાલ કબજે કરી વિશાલ મંગળભાઈ ચૌહાણ ના ઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..