Back

નેત્રંગના વડપાન ગામની સીમમાં કરંટ લાગતા આધેડ નું ઘટના સ્થળે જ મોત.રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯ 


નેત્રંગ તાલુકામાં આવેલ વડપાન ગામની સીમમાં કરંટ લાગતા ૫૦ વર્ષીય વ્યક્તિ નું ઘટના સ્થળે કંપારી ભર્યું મોત નિપજ્યું.


વડપાન ભોટનગર ગામની સીમમાં આવેલ પાંચિયાભાઈ મગનભાઈ વસાવા(ઉ.વ.૫૦) ના  મહુડી વાડા ખેતરે મુકાવેલ GEB ના TC પર આકસ્મિક રીતે વીજ કરંટ લાગતા આખા શરીર હાથ અને મોઢાના ભાગે સખત રીતે દાજી જતા રાત્રીના આઠ વાગ્યાની આસપાસ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ પરિવાર ના સભ્યો અને આજુબાજુ ના રહીશો ને જાણ થતાં નેત્રંગ પોલીસ ને જાણ કરતા પોલીસ  ઘટના સ્થળે આવી ગુનો નોંધી વધુ તપાસ હાથધરી. પાંચિયાભાઈના મૃત્યુ થી ઘરમાં શોકની લાગણી.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..