Back

નવયુગ વિદ્યાલય જંબુસર માં આજરોજ 106મો મફત નેત્ર યજ્ઞ યોજાયો

નવયુગ વિદ્યાલય જંબુસર માં આજરોજ 106મો મફત નેત્ર યજ્ઞ યોજાયો. 

"જન સેવા એજ પ્રભુ સેવા" અંતર્ગત નવયુગ વિદ્યાલય જંબુસર માં યોજાયેલ 106માં મફત નેત્ર યજ્ઞમાં  156 દર્દીઓ એ આખોનું નિદાન કરાવ્યું હતું. જેમાંથી 71 દર્દીઓને શંકરા આઈ

હોસ્પિટલમાં લઈ જવામાં આવશે ત્યાં રહેવા જમવાની સગવડ તથા મોતિયાનું ઓપરેશન કરીને નેત્ર મણી મુકી આપવામાં આવશે તથા આ દર્દીઓને જંબુસર પરત લાવવામાં આવશે. આ બધી સેવાનો લાભ મફત રહેશે. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આજ દિન સુધી માં નવયુગ વિદ્યાલય જંબુસર માં થયેલ મફત નેત્ર યજ્ઞમાં આેગણ ત્રીસ હજારથી વધારે આંખના દર્દીઓએ લાભ લીધો છે અને નવ હજારથી વધારે દર્દીઓના મોતીયાના ઓપરેશન કરી નેત્ર મણી મુકી આપવામાં આવેલ છે તથા તેમાં બધાજ ઓપરેશન સફળ રહ્યાં છે.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..