Back

વાંકાનેર ના ઢુવા માં હોટેલ સંચાલકો પાસેથી એક લાખની ખંડણી માંગવા ની પોલીસમાં રાવ

વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા ઢુવા ગામ ખાતે છેલ્લા ચાર મહિનાથી રોજીરોટી માટે હોટેલ સંચાલક દિલાવરભાઈ અબદુલભાઇ માથક વાળાએ  ઢુવા માં લકી હોટલ નામે ધંધો રોજગાર શરૂ કરેલ હોય તેને ઢુવા ના મકવાણા રમેશ મનજી મકવાણા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં લેખિત રજૂઆત કરી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે વાંકાનેર ના ઢુવા માં સરકારી ખરાબામાં માથક ગામેથી આવી રોજીરોટી માટે નાના તડવી હોટલ ચલાવતા હોય એવા વ્યક્તિ પાસે ઢુવા ગામ ના લોકોએ ધાક જમાવી ખંડણી માંગી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપ્યા અંગે ની વાંકાનેર તાલુકા પોલીસ મથકે તારીખ 6 3 2021 ના રોજ લેખિતમાં અરજી કરેલ છે જેમાં જણાવેલ વિગત એવી છે કે

અરજદાર દિલદાર ભાઈ અબદુલભાઇ રહે માથક તાલુકો હળવદ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા ઢુવા ગામે છેલ્લા ચાર મહિના થી લકી નામે હોટલ ચલાવતા હોય એ હોટલ સંચાલક સમક્ષ ઢુવા ગામ ના રમેશ મનજી મકવાણા તેમજ રતિલાલ મનજી મકવાણા સાથે ગત તારીખ 3 3 202ય1 ના રોજ કોઈ કારણોસર બોલાચાલી થયેલ હોય જેથી વાંકાનેર પોલીસ સ્ટેશનમાં સમાધાન બાદ ફરી ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાના આસપાસ અરજદાર દિલદાર બાઈ અબ્દુલભાઈ હોટલમાં હતા ત્યારે રમેશ મનજી મકવાણા અને રતિલાલ મનજી ભાઈ મકવાણા રાહુલ રમેશ મકવાણા અને નાનો છોકરો સહિતના હોટલમાં આવી હોટલ ચાલક પાસે ધાક જમાવી એક લાખ રૂપિયાની ખંડણી માંગી ખંડણી ન આપે નહીં તો ખોટા કે કરી એન્ટો સિટી માં ફીટ કરાવી દેવાની ધમકી આપી ગાળો ભુડા બોલી ધાક ધમકીઓ કરેલ હોવાની વાંકાનેર તાલુકા પોલીસને દિલદાર બાઈ અબ્દુલભાઈ અરજી કરેલ છે અત્રે નોંધનીય છે કે લકી હોટલ સરકાર શ્રી ના ખરાબામાં ચાલતી હોય જેથી બહારગામથી આવેલા રોજીરોટી માટે વ્યક્તિઓને ધમકી આપવાનું ઢુવામાં સામાન્ય બન્યુ હોય તેમ હાલ આ ઘટનાથી અરજદાર અનુભવી રહ્યા છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..