Back

ગોધરા નગર પાલિકા માં આખરે સત્તા કોણા હાથ માં બી.જે.પી કે પછી અપક્ષ???

રિપોર્ટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા


      ગોધરા નગર પાલિકા ની ચુંટણી પૂર્ણ થયા બાદ પાલિકા પ્રમુખ પદ માટેનો કોયડો ગુંચવાયો છે આમ જોવા જઈએ તો ગોધરા નગર પાલિકા ની ચુંટણી બાદ આવી સ્થિતિઓ નુ નિર્માણ થતુ રહ્યું છે અને બાદ માં તેનું પરિણામ પણ અંધાર્યું સામે આવ્યું છે ગોધરા નગર પાલિકા માં વર્તમાન સમય માં પ્રમુખ પદ ને લઇ ઘમાસાન મચ્યું છે. એક તરફ ભાજપ બીજી તરફ અપક્ષ અને ત્રીજી તરફ કિંગ મેકર ની ભૂમિકા માં AIMIM પાર્ટી.હવે વાત કરીયે કોની પાસે કેટલી બેઠકો છે તો ભાજપ પાસે 18 બેઠકો છે અપક્ષ પાસે 18 બેઠકો છે જયારે કોંગ્રેસ 1 અને AIMIM પાસે 7 બેઠકો છે હવે વાત કરીએ તો મુસ્લિમ વિસ્તાર માં 13 અપક્ષ ની બેઠકો છે અને AIMIM ની 7 બેઠકો છે આમ 20 બેઠકો થાય છે આ અપક્ષ ની સાથે કોંગ્રેસ સમર્થન કરે તો અપક્ષ ની 21 બેઠકો થાય છે. તો બીજી તરફ અપક્ષ માંથી ચુટાઈ આવેલા સંજય સોની. રાજુ દરજી અને નરી ટાઇગર પણ અપક્ષ લોબીના સમર્થન માં દેખાય છે આ સાથે 24 સભ્યો સરકાર બનાવવા સક્ષમ છે કોઈ કારણોસર મુસ્લિમ અપક્ષો માંથી એકાજ બેઠક આમથી આમ થાય તો 23 સભ્યો સાથે અપક્ષ સભ્યો તરીકે સરકાર બનાવવાનો દાવો કરી શકે છે સૌથી મોટી વાત એ છે કે અપક્ષ ના સમર્થન માં AIMIM ની 7 સીટો બિન શરતીય ટેકા સાથે છે. જયારે બીજી તરફ ના સમીકરણોમાં ભાજપ પાસે કુલ પોતાના 18 સભ્યો છે જયારે બે અન્ય અપક્ષો  ગોરીબેન પટેલ અને સેજલ સોની એમ બની કુલ 20 સભ્યો ની સંખ્યા થાય છે જ્યારે અપક્ષ 24 સભ્યો સાથે મક્કમ છે આ હતા સત્તા ના સમીકરણો હવે ભાજપ પાસે જ્યાં સુધી અન્ય અપક્ષો ના જાય ત્યાં સુધી તેઓ ના અંક વધતા નથી. હવે અપક્ષો માં પ્રમુખ પદ ના ઉમેદવાર તરીકે સંજય સોની ની મોહર વાગેલી છે સંજય સોની સાથે જીતેલા પુર્વ પાલિકા પ્રમુખ રાજુ દરજી અને નરી ટાઈગર છે અને આ તમામ સમીકરણો વચ્ચે ગોધરા નગર પાલિકા માં અપક્ષો બાજી મારીને સત્તા ઉપર આવે તેવુ સાફ સાફ દેખાય રહ્યું છે હવે હાલ સરકારમાં બહુમતી વારા અપક્ષો માં થોડો ખત્રાક છે અને તેના ઉકેલ લાવવા મિટિંગો નો દોર શરુ થઈ ગયો છે નવા જીતીને આવેલા સભ્યો માંથી જુથ સભ્યો ખાતા ની માંગણી કરી રહ્યા છે તેઓના રીસામણા અને મનામણાં થઈ રહ્યા છે તમામ તથ્યોના એવાન ઉપર નજર કરીયે તો મુસ્લિમ અપક્ષો માંથી કોઈ સભ્યો ભાજપ તરફ જાય એવા એધાન દેખાતા નથી પછી પણ આ તમામ રાજકીય વાતો છે સત્તા માટે તમામ સમીકરણો સરખા રેહતા નથી ગમે ત્યારે સમીકરણો બદલાય શકે છે અને ઉથલ પાથલ પણ થઈ શકે છે પરંતુ આવું થવા ના કોઈ ચાન્સ કે એધાન દેખાતા નથી...

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..