Back

કાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સરકારના માજી મંત્રી છત્રસિંહ મોરી ને કોરોના રસી નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો



જંબુસર તાલુકામાં કાવી મુકામે આરોગ્ય તંત્ર દ્વારા  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મૂલ્યે કોરોના રસીકરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 60 વર્ષથી વધુ વય ધરાવતાં સિનિયર સિટીઝન અને 45 થી 59 વર્ષ સુધીના ગંભીર બીમારી ધરાવતાં નાગરિકોને કોરોના વેક્સિનેશન અંતર્ગત કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

     તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર. ઈંદ્રિસ પટેલના જણાવ્યા મુજબ કાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે    સિનિયર સિટીઝનો  અંતર્ગત કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવેલ તમામ સિનિયર સિટીઝનો ને કોઈપણ પ્રકારની આડ અસર થયેલ નથી તેમ જણાવ્યું હતું અને વધુમાં વધુ સિનિયર સિટીઝનો ને કોરોના વેક્સિન નો લાભ લેવા અપીલ કરી હતી.



જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..