Back

કડી રાજપૂત યુવા સંગઠન દ્વારા વિજય થયેલ અજયસિંહ જાડેજા નું સન્માન કરવામાં આવ્યું

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી યોજાઈ હતી જેમાં 31 રાજપુર જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર અજયસિંહ જાડેજા તરીકે નિમણુંક કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન પુરજોશ માં ચૂંટણી પ્રચાર માં સૌ કાર્યકરો અને સમાજ ના આગેવાનો પણ સાથે મળી ને ખુજ મોટી સંખ્યામાં સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો અને આખરે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થતા જ મતદાન ની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સંપૂર્ણ બહુમત સાથે અજયસિંહ જાડેજા નો ભવ્ય વિજય જોવા મળ્યો હતો. અને  રાજપૂત યુવા સંગઠન કડી ના મિત્રો દ્વારા કડી માં આવેલ ગંગોત્રી હોટલ ખાતે સૌ રાજપૂત સમાજ ના કાર્યકરો અને સરસાવ રાજપૂત સમાજ ના યુવાનો અને વડીલો સાથે મળી ને 31 રાજપુર જિલ્લા પંચાયત ના ઉમેદવાર અજયસિંહ જાડેજા જંગી બહુમત થી વિજય થયા તે બદલ સૌ સમાજ ના કાર્યકરો અને હેમંતસિંહ જાદવએ મહારાણા પ્રતાપ ની પ્રતિમા અને ફુલહાર થી સન્માન કરવામાં આવ્યું હતું.

કડી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..