Back

કાલોલના મુસ્લિમ બિરાદરો પગપાળા યાત્રા ધંધુકા નજીક સુપ્રસિદ્ધ દરગાહ ભડીયાદ પીર જવા રવાના થયા.

પંચમહાલ કાલોલ

રિપોર્ટર સાજીદ વાઘેલા

ધંધુકા તાલુકાના ભડીયાદ ગામે પીર મહેમુદ શાહ બુખારી ની વર્ષો જુની દરગાહ આવેલી છે આ દરગાહમાં હિન્દુ-મુસ્લીમના એકતાનું પ્રતીક માનવામાં આવે છે.ત્યાં દર વર્ષે રજ્જબ 9થી11 ચાંદ સુધી ત્રિદિવસીય ઉર્શ ભરાતો હોય આ વર્ષે કોરોના સંક્રમણ અટકાવવા ઉર્સ નો પ્રોગ્રામ મુલતવી રાખવામાં આવ્યો હતો ત્યારે દર વર્ષે પગપાળા નિશાન લઈ નીકળતી જનમેદનીના બદલે માત્ર ચાદર (ગલેફ) લઈને કાલોલ થી પગપાળા ચાલીને ભડીયાદ જવા રવાના થયા હતા. ધંધુકા તાલુકાના ભડીયાદ ગામે આવેલી પીર મહેમુદ શાહ બુખારી ની વર્ષો જુની દરગાહ હિન્દુ-મુસ્લીમોનુ એકતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ દરગાહ ઉપર પ્રથમ નીશાન(પરચમ) એક હીન્દુ ભાઇનાં હાથે ચઢાવવામાં આવે છે.આ પગપાળા મેદની રફીકબેગ મીરઝાની આગેવાની હેઠળ દર વર્ષે કાઢવામા આવે છે

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..