ઉપલેટા તાલુકા પંચાયત માં કયો પક્ષ સતા પર બેસશે?
અઢાર બેઠકો માથી આઠ કોંગ્રેસને આઠ ભાજપને બે અપક્ષો ચુટાયા હોવાથી
ઉપલેટા તાલુકા પંચાયતમાં કુલ અઢાર બેઠકો છે જેમાં આઠ બેઠકો
પર ભાજપના ઉમેદવારો ચુટાયા છે અને આઠ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ચુટાયા છે અને જ્યારે
બે બેઠકો પર અપક્ષના ઉમેદવારો ચુટાયા છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે છેલ્લા દસ
વર્ષ થી કોંગ્રેસ પાસે તાલુકા પંચાયતની સત્તા રહેલી હતી તે ફરી પોતાની સત્તા પર બેસશે
કે આ રાજ્યના સતાધારી પક્ષ ભાજપના ચૂંટાયેલા આઠ ઉમેદવારો અપક્ષ ના ટેકાથી સતા પર બેસશે? હાલ તો
ઉપલેટા તાલુકામાં બે અપક્ષો ઉમેદવાર ચૂંટાયેલા છે તે કિંગ મેકર સાબિત થઈ શકે તેમ છે
ત્યારે ભાજપ કે કોંગ્રેસ ઉપલેટા તાલુકા પંચાયતની સતા પર બેસશે?


