Back

વિજાપુર સંઘપુર ગામે અકસ્માતમાં પિતા પુત્ર ના મોત થી શોક નુ વાતાવરણ સર્જાયું

વિજાપુર ના સંઘપુર ગામે પિતા પુત્ર નુ જેસીબી રોલર થી અકસ્માત માં મોત

વિજાપુર તા ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ શુક્રવાર

રિપોર્ટર સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )


વિજાપુર તાલુકા ના મુળ વજાપુર ગામ ના સંઘપુર માં રહેતા ગામની ડેરી માં દુધ ભરવા જતા પિતા અને પુત્ર જેસીબી રોલર માં આવી જતા અકસ્માત માં મોત નીપજ્યું હતુ આ કમકમાટી બનાવ ના પગલે ગામ લોકો દોડી આવ્યા હતા જોકે તાલુકા ની રેફરલ હોસ્પિટલ માં પીએમ માટે લઇ જવાયા હતા આ બાબતે મળતી વિગતો પ્રમાણે મુળ વજાપુર ગામ ના હાલ રહેતા સંઘપુર પંચ મંદીર નજીક રહેતા ભગા ભાઇ પટેલ ના પુત્ર રાજેન્દ્ર ભાઇ પટેલ ગત સાંજે સંઘપુર ગામે સહકારી માં.મંડળી થી રાઠોડ વાસ તરફ ડેરી માં દુધ ભરાવવા જઇ રહયા હતા તે દરમ્યાન  પોતાનુ બાઇક લઇને જઈ રહયા હતા તે સમયે સામે રોડ ઉપર આવતુ જેસીબી રોલર ની બાઇક ને ટક્કર વાગતા સ્થળ ઉપર પિતા પુત્ર નુ મોત નીપજ્યું હતુ જેને લઈને ગામ માં ભારે શોક ની લાગણી ઉભી થવા પામી હતી

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..