Back

જેતપુર ગ્રામ્ય પંથકના ખેડૂતોનો પ્રશ્ન હલ કરતા જયેશ રાદડિયા

જેતપુર ગ્રામ્ય પંથકના ખેડૂતોનો પ્રશ્ન હલ કરતા જયેશ રાદડિયા

ફારૂક મોદન 

જેતપુર,તા.૫ જેતપુર તાલુકાના ગ્રામ્ય [વિસ્તારમાંથી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પાઈપલાઈન એન.સી.૩૭ પસાર થતી હોય જેમાં ખેડૂતોની જમીનના ૨૫ મીટર સુધી પહોળાઈના વપરાશી હકકો સંપાદિત થનાર હતા જે સંદર્ભે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજયના વિસ્તારના ખેડૂતો દ્વારા આ કેબિનેટ મંત્રીને રજુઆત કરવામાં આવેલ ઉકત રજુઆત સંદર્ભે ખેડૂતોની લાગણી અને માંગણી સમજી યુવા મંત્રી જયેશભાઈ રાદડીયાએ ત્વરિત સક્રિયતા દાખવી સરકાર કક્ષાએથી ખેડૂતોની જમીનના ૨૫ મીટર પહોળાઈમાં જમીનના વપરાશી હકકો સંપદિત કરવાની બાબતે સુધારો કરાવી આ વપરાશી હકકો ૯ મીટર પહોળાઈ સુધી કરાવેલ છે જેથી હવે આ વિસ્તારના ખેડૂતોની જમીનના વપરાશી હકકો ૨૫ મીટરના બદલે ૯ મીટર પહોળાઈમાં જ સંપાદિત થશે એમ રાજયના યુવા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..