Back

વિજાપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ હોળી બાદ નિમણુક પામશે

વિજાપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ ભાજપ ની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરી હોળી બાદ બેસશે

વિજાપુર તા ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ શુક્રવાર

સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર)

વિજાપુર તાલુકા ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરીણામો જાહેર થઈ ચૂક્યા બાદ હવે કોણ પ્રમુખ બનશે અને કોણ ઉપપ્રમુખ બનશે તે અંગે ચર્ચાના દોર ચાલુ થયા છે. તો બીજી તરફ કોંગ્રેસ હાર ના કારણો શોધી રહી છે ત્યારે  તાલુકા પંચાયત માં ભાજપની સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે આગામી દિવસોમાં પદાધિકારીઓની નવી બોડીની નિમણુક કરવી આવશ્યક છે. જેને લઈને આગામી દસ દિવસમાં ભાજપની પર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં ચૂંટાયેલા ઉમેદવારોના અનુભવ અને લાયકાતને ધ્યાનમાં રાખીને નિર્ણય થાય તેવી શક્યતા છે.

આ અંગે તાલુકા ભાજપ ના પ્રમુખ રાજુભાઇ પટેલના જણાવાયા મુજબ જિલ્લા તેમજ તાલુકા માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાઓએ ભાજપને પસંદ કરીને ખોબલે ખોબલે મત આપી વિજયની ઝોળી છલકાવી દીધી છે ત્યારે ચૂંટાયેલી પાંખની જવાબદારી પણ ખુબજ વધી જાય છે. અને પ્રજાના કામો તથા વિકાસકામો ઝડપથી કરવા જરૂરી બનશે. જેને લઈને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખકારોબારી સમિતિના અધ્યક્ષ સહિત અન્ય કમિટીઓમાં કોને સ્થાન આપવુ તે નક્કી કરવાની સત્તા ભાજપના પ્રદેશના મોવડીઓ પાસે છે.

જેથી આગામી દિવસોમાં તાલુકા પંચાયત માં ચૂંટાયેલા ઉમેદવારોની લાયકાત તથા અનુભવ અને અનુભવ નું રાજકીય રીતે નિર્ણાયક વગેરે નુ મુલ્યાંકન કરીને અલગ યાદી બનાવવામાં આવશે. જોકે તેમાં પણ જ્ઞાાતિવાદ અને અન્ય સમિકરણોને પણ ધ્યાનમાં રાખવા પડે છે જેથી તાલુકા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખનો તાજ કોને પહેરાવવો તે અંગે સ્થાનીક કક્ષાએ ચર્ચા થયા બાદ ગાંધીનગર ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં વિગતો મોકલી આપવામાં આવશે. જ્યાથી જે આદેશ થશે તે મુજબ પક્ષ તરફથી મેન્ડેટ અપાયા બાદ જે તે પદાધિકારીની નિમણુક કરવામાં આવશે. જોકે ચાલુ મહિનામાં હોળીનો તહેવાર આવતો હોવાથી તે પૂર્ણ થયા બાદ નવી નિમણુકો કરવા માટે  તાલુકા પંચાયત પ્રથમ સામાન્ય સભા યોજાશે.


વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..