Back

નેત્રંગ ખાતેથી ૨૯ લાખ થી વધુ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક સાથે આરોપી ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

*ભરૂચ જીલ્લાનાં નેત્રંગથી રાજપારડી તરફ જતાં એક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો અને આ ટ્રકનાં વોન્ટેડ આરોપીને પણ કબ્જે કરી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. *


રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯ 


 નેત્રંગ પોલીસ વિસ્તારમાં ભરૂચ એલ.સી.બી તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમિયાન નેત્રંગથી રાજપારડી તરફ જતાં એમ.એમ.ભકતા હાઈસ્કૂલ નજીક ચોકળી પર ઊભેલી એક ટ્રકમાં દારૂનો જથ્થો હોય તેવી બાતમી મળી હતી. જેનાં આધારે આ ટ્રકની તલાશી લેતા આ ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ના 626 બોકસ મળી આવ્યા હતા. મળેલ દારૂનો જથ્થા ની કુલ કિંમત રૂ. 29,35,200 અને  HR 55 N 5171 નંબરની  ટ્રક ની કિંમત 10,00,000/- તથા મોબાઈલ અને રોકડ રકમ 7,000/-  સહિત કુલ કિંમત રૂ.39,42,200/- નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવરને વોન્ટરડ જાહેર કરી. કલીનર કુલદીપસિંગ અર્જુનસિંગ સોનીની પોલીસે ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગળની તપાસ માટે નેત્રંગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. મુદામાલ કયાં થી લાવવામાં આવ્યો અને ક્યાં પોહચાડવાનો હતો જે બાબતે સઘન તપાસ ચાલુ છે.


બોક્સ-1


મહત્વની બાબત એ છે કે છેલ્લા 24 કલાકમાં નેત્રંગ ટાઉન વિસ્તારમાંથી પોલીસ વિભાગે એક લકઝુરિયર્સ કારમાં મોટા પ્રમાણમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. તેમજ વધુ એક વિદેશી દારૂની ટ્રક લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા આમ કુલ 50 લાખ ઉપરાંતનો મુદામાલ પોલીસે ગણતરીનાં કલાકોમાં બેફામ બનેલા બુટલેગરો સામે કાર્યવાહી કરી ઝડપી પાડતા બે નંબરી વ્યવસાય સાથે જોડાયેલા બુટલેગરી આલમમાં ખળભળાટ મચ્યો છે.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..