Back

કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં આઇ.સી.ટી વર્કશોપ યોજાયો.

પંચમહાલ કાલોલ

રિપોર્ટર.સાજીદ વાઘેલા

કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત ધોરણ 1 થી 5 ના કાલોલ, હાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાના 60 શિક્ષકોની તાલીમ યોજવામાં આવી. આ તાલીમમાં તજજ્ઞ મિત્રો દ્વારા ict ને લગતા વિષયોની જાણકારી આપવામાં આવી જેવીકે માઈક્રોસોફ્ટ ટીમ્સ, ગુગલ મિટ, કવિઝ કેવી રીતે બનાવવી, ગુગલ ફોર્મ કેમ બનાવવું અને ભરવું ઉપરાંત ict ને લગતી તમામ એપ્લિકેશન બે દિવસ દરમિયાન શીખવવામાં આવી.આ કાર્યક્રમ નું સંચાલક કિરણસિંહ ચાવડા, ચંદ્રકાન્ત સુથાર ( સી. આર. સી બાકરોલ ) અને આચાર્ય સતીશકુમાર પ્રજાપતિ દ્રારા કરવામાં આવ્યું હતું. શિક્ષક મિત્રોના પ્રતિભાવો પણ ict ના માધ્યમ થી ગુગલ ફોર્મ માં લેવામાં આવ્યા હતા. વર્ગની મુલાકાત ડાયટ ના લેક્ચરર ભુપેન્દ્રસિંહ સોલંકી દ્રારા લેવામાં આવી હતી અને તાલીમાર્થી ઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..