Back

બાળકો માં શિક્ષણ વધારવા માટે પદમપુર શાળાના બાળકોને દાતા તરફથી ૨૦૦ શૈક્ષણિક કિટની ભેટ અપાઈ.

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી દ્વારા

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના નાનકડા ગામડાના નાની ઉનડોઠના દાતા તરફથી માંડવી તાલુકાની પદમપુર શાળાના તમામ બાળકો માટે ૨૦૦ શૈક્ષણિક કિટો ભેટ આપવામાં આવી હતી . શાળામાં ભણતા બાળકો માટે શિક્ષણમાં રસ , રુચિ વધે , સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં સહભાગીતા વધે તથા બાળકો અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પ્રેરણા પૂરી પાડવા માટે ધો . ૧ થી ૮ ના તમામ બાળકોને દેવરાજભાઈ લખમણભાઈ ગઢવી તરફથી ૨૦૦ શૈક્ષણિક કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું . શાળા સ્ટાફની પ્રશંસનીય કામગીરી ગામના આગેવાનો અને દાતાઓની શાળા તરફથી લાગણી તથા શાળામાં થઈ રહેલા ગુણવત્તાયુક્ત શિક્ષણ કાર્યથી પ્રેરાઈને દાતાએ આપેલા આ અમૂલ્ય યોગદાન બદલ પદમપુર શાળા સ્ટાફ તથા પદમપુર ગ્રામ શિક્ષણ સમિતિ વતી દાતાનો શાળાના આચાર્ય માણેકભાઈ ગઢવી તથા શાળાના સ્ટાફે ખૂબ ખૂબ આભાર માન્યો હતો . આ કિટ મેળવીને બાળકોમાં ચહેરા પર ખુશી અને આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..